Accident: એક સાથે ત્રણ મિત્રોનું મોત થતા હાઈવે થયો લોહીલુહાણ- પરિવારમાં છવાયો માતમ

આજકાલ વધી રહેલા અકસ્માત (Accident) ના બનાવો દરમિયાન ફરીવાર એક રુવાડા બેઠા કરી દેતો Accidentનો બનાવ સામે આવ્યો છે. જેમાં શુક્રવારે દિલ્હી-જયપુર હાઈવે(Delhi-Jaipur Highway) પર…

આજકાલ વધી રહેલા અકસ્માત (Accident) ના બનાવો દરમિયાન ફરીવાર એક રુવાડા બેઠા કરી દેતો Accidentનો બનાવ સામે આવ્યો છે. જેમાં શુક્રવારે દિલ્હી-જયપુર હાઈવે(Delhi-Jaipur Highway) પર બહરોડ(Behroad) નજીક રોડ અકસ્માતમાં 3 મિત્રોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ મિત્રો ઘાયલ થયા હતા. બધા કારમાં બહરોસથી નીમરાણા (Nimrana) મિત્રને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન, હાઈવે પર કાર રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી.

ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ભવતા કી ઢાણી નિવાસી અલ્કેશ કુમાર (40), મનોજ યાદવ (40) નિવાસી ધુંધરિયા અને વિક્રમ માસ્ટર (35) નિવાસી જાટગાંવડાનું Accident માં મૃત્યુ થયું હતું. જાટગાંવડાના રહેવાસી અરવિંદ સિંહ, ભવતા કી ઢાણી નિવાસી દેવેન્દ્ર, મંધાના રહેવાસી રોશનલાલ, હાલ ભવતા કી ઢાણી ઘાયલ થયા હતા. ઘાયલોમાં રોશનની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતક મનોજ યાદવ 5 વર્ષ પહેલા સેનામાંથી નિવૃત્ત થયો હતો. તે REETની તૈયારી કરી રહ્યો હતો. વિક્રમ ખાનગી શાળામાં શિક્ષક છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બહેરોર પોલીસ સ્ટેશનના SI કૈલાશ ચંદ મીનાએ જણાવ્યું કે, Accident ખૂબ જ ભયાનક હતો. જાણવા મળ્યું છે કે, કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *