જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા પછી ભારત અને પાકિસ્તાનમાં સતત વિરોધ વધી રહ્યો છે. પાકિસ્તાન સતત યુદ્ધ ની ધમકીઓ આપી રહ્યો છે.અને હાલમાં તો પાકિસ્તાન પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યું છે. જોકે ભારત ના રક્ષામંત્રી રાજનાથસિંહ પણ સ્પષ્ટ કર્યું હતું કે,ભારતની અત્યાર સુધીની નીતિ પહેલા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનો નથી. પરંતુ આ નીતિ ભવિષ્યમાં બદલાય શકે છે.
આ દરમિયાન ગુરુવારે પાકિસ્તાનમાં મધ્ય રેન્જની મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.તેની રેન્જ 290 કિલોમીટર છે. એવામાં સવાલ એ ઊભો થયો છે કે યુદ્ધ માં કોની પાસે કેટલા હથિયારો છે. અને ભવિષ્યમાં શું થઇ શકે છે.
ભારત ની પાસે હથિયારો:
1. પૃથ્વી-1 ની રેન્જ 350 કિલોમીટર.
2. અગ્નિ-1 ની રેન્જ 700 કિલોમીટર.
3. અગ્નિ-2 ની રેન્જ 2000 કિલોમીટર.
4. અગ્નિ-3 ની રેન્જ 3200 કિલોમીટર.
5. અગ્નિ-4 ની રેન્જ 3500 કિલોમીટર.
પાકિસ્તાન ની પાસે હથિયારો:
1.નસ્ત્ર ની રેન્જ 60 થી 70 કિલોમીટર.
2.અબ્દાલી રેન્જ 200 કિ.મી.
3.ગઝનવીની રેન્જ 290 કિ.મી.
4.શાહીન -1 750 કિ.મી.
5.શાહીન 1 એ રેંજ 900 કિ.મી.
6.ગૌરી રેન્જ 1250 કિ.મી.
7.શાહિન -2 રેંજ 1500 કિ.મી.
8.અબબેલ રેન્જ 2200 કિ.મી.
9.શાહીન -3 રેંજ 2750 કિ.મી.
દુનિયામાં કોની પાસે કેટલા પ્રમાણ હથિયાર :
રશિયા 6,500
અમેરિકા 6,185
ફ્રાંસ 300
ચીન 290
યુકે 215
ઇઝરાઇલ 80
પાકિસ્તાન 140-150
ભારત 130-140
ઉત્તર કોરિયા 20-30
આજે દુનિયામાં પહેલા કરતા અનેક ગણી વધુ ક્ષમતા વાળા પરમાણુ બોમ છે.આમાં પરમાણુ બોમ્બની કલ્પના કરવી એ ખૂબ જ ખતરનાક બની શકે છે. ભારત અને પાકિસ્તાન બંને પાસે પરમાણુ શસ્ત્રનો વહન કરનારી મિસાઇલો પણ છે. આવી સ્થિતિમાં જો પરમાણુ યુદ્ધ થશે તો તેની અસર આખી દુનિયા ઉપર પડશે.
કારણ કે, વિશ્વમાં હિરોશિમા અને નાગાસાકી માં અત્યાર સુધીમાં બે પરમાણુ હુમલાઓ થઈ ચૂક્યા છે. અને તેની ભયાનકતા હજુ સુધી પણ લોકોને પરેશાન કરે છે. ખાસ વાત તો એ છે કે તે સમયે છોડાયેલા બોમ્બ ઓછી ક્ષમતાવાળા હતા. હિરોશિમા માં છોડવામાં આવેલા બોમ્બ ની ક્ષમતા 15 કિલોટન હતી જ્યારે નાગાસાકીમાં છોડવામાં આવેલા બોમ્બ ની ક્ષમતા 20 કિલોટન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.