જેને સફળતાની સીડી પર ચડવું છે, તેઓ ખરાબ પરિસ્થિતિને તેમના લક્ષ્યોની સામે આવવા દેતા નથી. આ વાત શશી ની છે. જેમણે દેશની મુશ્કેલ મેડિકલ નીટ પરીક્ષા પાસ પાસ કરી છે અને લેડી હાર્ડિગ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. ચાલો આપણે જાણીએ કે શશી કોણ છે અને કેવી રીતે કરી તૈયારી.
સૌ પ્રથમ તો અમે તમને જણાવી દઇએ કે, 19 વર્ષિય શશી ખૂબ જ ગરીબ પરિવારની છે. તેના પિતા મજૂર છે. શશીએ જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના હેઠળ તબીબી પરીક્ષણ માટે કોચિંગ લીધું હતું. જ્યાં તેણે તૈયારી પછી NEET ની પરીક્ષા આપી હતી. ગયા વર્ષે તેણે અહીં પ્રવેશ લીધો હતો.
તમને જણાવી દઈએ કે,NEET સહિતની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ માટે, જય ભીમ મુખ્યામંત્રી પ્રતિભા વિકાસ યોજના હેઠળ નિશુલ્ક કોચિંગ આપવામાં આવે છે. તેણે આ કોલેજમાં એમબીબીએસ કોર્સમાં પ્રવેશ મેળવ્યો છે.શશીએ પોતાને વિશે વધુ જણાવતાં કહ્યું હતું કે, “હું સમાજની સેવા કરવા માંગુ છું. NEET પરીક્ષા માટેનો આ મારો બીજો પ્રયાસ હતો. આ વખતે આ યોજનાએ મને માર્ગદર્શન મેળવવામાં મદદ કરી.”
શશીએ કહ્યું કે પિતા મજૂરી કામ કરે છે. ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી. “અમારી પાસે એક જ ઓરડો છે, જ્યારે હું પરિવારના બધા સભ્યો સુતા હોય ત્યારે અભ્યાસ કરું છું.શશીના પિતાનું નામ અખિલેશ છે. તે રોજ 300 રૂપિયા કમાય છે. તેણે કહ્યું કે,મારી નાની પુત્રી રીતુ જય ભીમ મુળમંત્રી પ્રતિભા વિકાસ યોજના હેઠળ NEET પરીક્ષાની તૈયારી કરી રહી છે, અને મારો પુત્ર આઈઆઈટીમાં અભ્યાસ કરવા માંગે છે.
તેમણે જણાવ્યું કે, હું ઈચ્છું છું કે,મારા બીજા બે બાળકો પણ તેની બહેનની જેમ ઊંચું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે.તેમણે વધુમાં કહ્યું કે મને આનંદ છે કે દૈનિક વેતન મજૂરની પુત્રી આ વર્ષે NEET પ્રવેશ પરીક્ષા આપી હતી અને હવે તેણે લેડી હાર્ડિંગ કોલેજમાં પ્રવેશ લીધો છે.
જણાવી દઈએ કે, શશીએ સર્વોદય કન્યા વિદ્યાલય જીટીબી નગરમાંથી 12 મું ધોરણ પૂર્ણ કર્યું છે. તેની માતા ગૃહિણી છે.દિલ્હીના સમાજ કલ્યાણ પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ શશીને મળ્યા અને અભિનંદન પાઠવ્યા. બીજી બાજુ, જો આપણે આપણા બાળકોને સારું શિક્ષણ આપીએ તો એક પેકી માંથી દેશમાંથી ગરીબી દૂર થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.