2022 સુધીમાં ગુજરાત સરકાર 24,375 કરોડના ખર્ચે 75 નવી સરકારી કોલેજો બનાવશે. જાણો વધુ

આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (સીસીઇએ) એ 2021-22 સુધીમાં 24,375 કરોડ રૂપિયાના ખર્ચે 75 સરકારી મેડિકલ કોલેજો શરૂ કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. 75 મેડિકલ કોલેજો…

આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (સીસીઇએ) એ 2021-22 સુધીમાં 24,375 કરોડ રૂપિયાના ખર્ચે 75 સરકારી મેડિકલ કોલેજો શરૂ કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. 75 મેડિકલ કોલેજો શરૂ થયા પછી દેશમાં એમ.બી.બી.એસ. બેઠકોની સંખ્યામાં 15,700 નો વધારો થશે.

આ મેડિકલ કોલેજો એવા જિલ્લામાં શરૂ કરવામાં આવશે જ્યાં એક પણ મેડિકલ કોલેજ નથી. સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ મેડિકલ કોલેજમાં 200 પથારી હશે અને તે જિલ્લા હોસ્પિટલ સાથે સંકળાયેલી હશે. 300 પથારી ધરાવતી જિલ્લા હોસ્પિટલમાં મેડીકલ કોલેજ શરૂ કરવાને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.

કેબિનેટ દ્વારા બીજા બે મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. કેબિનેટે ફોરેન સિંગલ બ્રાન્ડ રિટેલર્સ માટેના એફડીઆઇ નિયમમાં રાહત આપી છે અને કોન્ટ્રાક્ટ મેન્યુફેકચરિંગ અને કોલ માઇનિંગમાં 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. આ બેઠક પછી વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે કોલ માઇનિંગ અને એસોસિએટેડ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ઓટોમેટિક રૂટ દ્વારા 100 ટકા એફડીઆઇને મંજૂરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *