પાકિસ્તાન (Pakistan) લઘુમતીઓ પર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે. ઘણા બધા વિરોધ કરવા છતાં આવા કેસોમાં કોઈ પણ સુધારો આવ્યો નથી. હિન્દુ સમુદાય (Pakistan Hindu Community) ની સગીર યુવતી અનિતા મેઘવાળ ને પહેલા બળજબરીથી ધર્મમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. આ ધર્મ પરિવર્તન થયા બાદ તેના લગ્ન સિકંદર સારવાર નામના વ્યક્તિ સાથે બળજબરી પૂર્વક કરવામાં આવ્યા. આ સમગ્ર ઘટના ટોગો જાન મોહમ્મદ સિંધ શહેરની છે. આ જગ્યા અહીં સિંઘ પ્રાંતમાં (Sindh Province) આવેલી છે. જે યુવક કે યુવતી સાથે બળજબરી પૂર્વક લગ્ન કર્યા તેઓની તસવીર પણ સામે આવી છે. આ તસવીરમાં યુવતી કાગળ લઈને ઉભી છે. ઉપરાંત આ લગ્ન સાથે જોડાયેલા અન્ય દસ્તાવેજો પણ સામે આવ્યા છે.
થોડા દિવસો પહેલાની જ વાત કરીએ તો પાકિસ્તાનના દક્ષિણ સિંઘ પ્રાંતમાંથી પણ આવા જ એક સમાચાર સામે આવ્યા હતા. અહીં એક અઢાર વર્ષની હિન્દુ છોકરી પર અપહરણનો પ્રયાસ કર્યો, પણ તે નિષ્ફળ ગયો જેથી તે છોકરી ને ગોળી મારી દીધી હતી. સોમવારે એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી હતી. The friday times દ્વારા અહેવાલ અપાયો છે કે પૂજા ઓડે રોહિ સૂક્કુર માં અપહરણકર્તાઓ નો વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેને રસ્તાની વચ્ચે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
અહેવાલમાં જણાવાયું છે કે, દર વર્ષે લઘુમતી સમુદાયની મહિલાઓ, ખાસ કરીને સિંધમાં, ધાર્મિક ઉગ્રવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે અને બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના લઘુમતી સમુદાયો લાંબા સમયથી બળજબરીથી લગ્ન અને ધર્મ પરિવર્તનનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનમાં આવા કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં લઘુમતી સમુદાયની મહિલાઓનું ધાર્મિક કટ્ટરપંથીઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે અને પછી તેમનું ધર્મપરિવર્તન કરીને લગ્ન કરવામાં આવે છે.
મોટા ભાગ ની ઘટનાઓ સિંધમાં બને છે
આવા મોટાભાગના કેસ સિંધ પ્રાંતમાંથી જ આવે છે. પીપલ્સ કમિશન ફોર માઈનોરિટી રાઈટ્સ અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ અનુસાર, 2013 અને 2019 વચ્ચે બળજબરીથી ધર્માંતરણની 156 ઘટનાઓ બની છે. અન્ય એક અહેવાલમાં જણાવાયું છે કે, 2019માં સિંધ સરકારે બળજબરીથી ધર્માંતરણ અને લગ્નો પર પ્રતિબંધ મૂકવાનો બીજો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક લોકોએ તેનાથી સંબંધિત બિલનો વિરોધ કર્યો હતો.પરંતુ સરકારે તેઓના વિરોધ પર પૂરતું ધ્યાન આપ્યું ન હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.