આજના કળયુગમાં લોકો ભગવાન (God)ને પણ બાકી રાખતા નથી. હાલમાં એવી જ એક ઘટના છત્તીસગઢ (Chhattisgarh)માંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, છત્તીસગઢની એક કોર્ટ (Court)માં શુક્રવારે ભગવાનને હાજર થવાની ફરજ પડી હતી, આ વાત સત્ય છે. અહી, પહેલા તો કોર્ટમાં એક અધિકારીએ શંકર ભગવાનને આરોપી કહી કોર્ટમાં હાજર થવાની નોટિસ ફટકારી હતી. ત્યારપછી કોર્ટમાં જો ભગવાન હાજર ન થયા તો એવી સ્થિતિમાં 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડે એવું જણાવ્યું હતું. હવે આ સ્થિતિ દરમિયાન ભગવાન સાક્ષાત તો આવી ન શકે એટલે ભક્તોએ અનોખો જુગાડ લગાવ્યો છે. આ ઘટના રાજગઢ (Rajgarh)ના અધિકારીઓના નોટિસ આપ્યા પછી ઘટી છે.
મળેલી માહિતી અનુસાર, રાયગઢમાં રાજવાડેએ દાવો કર્યો હતો કે, બંશી એન્ક્લેવ નામના હાઉસિંગ રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના પ્રસ્તાવિત બાંધકામને અડીને આવેલી સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે. તેથી આ અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. આ કેસમાં રાયગઢ તહસીલ (રેવન્યુ) કોર્ટે 23 થી 24 ફેબ્રુઆરી અને 2 માર્ચે સીમાંકન ટીમનું આયોજન કરી કૌહાકુંડા ગામમાં તપાસ કરી હતી. જેમાં ઘણા લોકો પાસે ગેરકાયદેસર કબજો હોવાનો ખુલાસો થયો હતો.
આ ખુલાસો થયા બાદ કોર્ટે 10 લોકોને નોટિસ ફટકારી હતી. આ નોટીસમાં જણાવવામાં આવ્યું હતું કે, જે લોકો હાજર નહીં રહે તેમને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારી કાઢી મૂકવામાં આવશે. તેમજ જમીન પર કોઈપણ રીતે નિર્માણ કરવા સામે રોક લગાવી દીધી છે. આ કેસની શુક્રવારે સુનાવણી હતી. આ મામલામાં કોહાકુંડાના વોર્ડ 25માં બનેલા શિવ મંદિરનું નામ પણ સામેલ હતું. તેથી આ નોટીસમાં કોઈ પુજારીનો ઉલ્લેખ ન થયો હોવાથી આ નોટીસ સીધી મહાદેવ સામે જાહેર થઈ ગઈ હતી. મહાદેવ સામે જાહેર થતા ભક્તો મંદિરમાંથી શિવલિંગને ઉખાડી ટ્રોલીમાં કોર્ટ સુધી લઈ ગયા હતા.
આ શિવલિંગ લઈને લોકો કોર્ટમાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે મોટાભાગના અધિકારીઓ અન્ય કાર્યમાં વ્યસ્ત છે, જેથી આગામી તારીખ 13 એપ્રિલ પસંદ કરાઈ છે. બીજી તરફ તહસીલદાર ગગન શર્માએ જણાવ્યું કે, આ નોટિસ અંગે મને કોઈ જાણકારી નથી. આ નાયબ તહસીલદારે જાહેર કરી હતી. જો એમાં કોઈ ભૂલ હશે તો એને સુધારવામાં આવશે. કોંગ્રેસના કાઉન્સિલર સપના સિદારે આ અંગે જણાવ્યું કે, આ શિવલિંગ પહેલાથી જ ખંડિત હતું, જેથી તેને બહાર કરી નવું સ્થાપિત કરાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.