સુરત(surat): 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections in Gujarat) આવવાની તૈયારી પુરજોશમાં કરવામાં આવી રહી છે. ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પોતાના પક્ષને મજબૂત કરવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાથી જ પક્ષપલટાની નીતિ શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરતમાં પણ ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી(BJP)ના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ(Region President C.R. Patil)ની હાજરીમાં કમલમ ખાતે કોંગ્રેસ(Congress) અને અન્ય પાર્ટીના 300 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની હાજરીમાં ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. કોંગ્રેસ નાનપુરા વિસ્તારના કહાર સમાજના યુવકો આ ઉપરાંત, અન્ય સમાજના યુવકો પણ કોંગ્રેસ છોડીને ભાજપના ભાગવા રંગમાં રંગાયા હતા. કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તા સુરેન્દ્ર કહારે પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં કેસરી ખેસ પહેરી લીધો હતો. સુરેન્દ્ર કહારની પત્ની કોંગ્રેસમાંથી કોર્પોરેટર ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકી છે. અત્રે ઉલેખનીય છે કે, સુરેન્દ્ર કહારને છેલ્લા ઘણા સમય પહેલા જ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
સુરત કમલમ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું કે, કાર્યકર્તાઓને હવે, કોંગ્રેસમાં કોઇ ભવિષ્ય દેખાતું નથી. કોંગ્રેસ નાવ જેવું છે. માટે તમામ કોંગ્રેસના કાર્યકર્તા કે, જેઓ સમાજની સેવા કરવા ઈચ્છી રહ્યા છે. તેઓ ભાજપમાં આવી રહ્યા છે. ભાજપમાં લોકસેવા આ માટે અને શિસ્તબદ્ધ રીતે કામ કરવા માટેની પ્રણાલી તૈયાર છે. તે દિશામાં જ આ તમામ નવા જોડાયેલા કાર્યકર્તાઓ પણ કામ કરશે. કોંગ્રેસમાં સામાજિક પ્રવૃત્તિ કરવાની કોઈ અવકાશ નથી.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા ભાજપના મીડિયાસેલ દ્વારા પહેલા આપના કાર્યકરો ભાજપમાં જોડાશે તેવો મેસેજ ફેરવવામાં આવ્યો હતો. જોકે, પછી સુધારો કરી અન્ય તમામ પાર્ટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે બાદ મેસેજમાં સુધારો કરીને આપ નહિ પણ કોંગ્રેસ અને અન્ય પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાશે તેવો મેસેજ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.