ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના ઓઢવ(Odhav) વિસ્તારમાં વિરાટનગર(Viratnagar) પાસેની સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોની સામુહિક હત્યા(Four murders) કરવામાં આવી છે. પરિવારની હત્યા ચાર દિવસ પહેલા થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હત્યા બાદ હત્યારો ફરાર થઈ ગયો છે.
બીજી બાજુ મૃતકના બે બાળકો પણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ તપાસમાં ઘરના અલગ-અલગ રૂમમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ચાર દિવસ પહેલા થયેલી હત્યામાં મૃતદેહ બહાર આવતા ખુબ જ દુર્ગંધ મારી રહ્યા છે. તે જ સમયે, પોલીસ અધિકારીઓનું માનવું છે કે હત્યા પાછળનું પ્રાથમિક કારણઘર કંકાસ હોઈ શકે છે.
15 દિવસ પહેલા જ પરિવાર ઓઢવ રહેવા આવ્યો હતો:
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ઓઢવમાં દિવ્યપ્રભા સોસાયટીના ઘર નંબર 30માં મહિલા, તેની વૃદ્ધ માતા, પુત્ર અને પુત્રીની હત્યા કરવામાં આવી હતી. ચારેયના શરીર પર હથિયાર માર્યાના નિશાન હતા. પરિવાર 15 દિવસ પહેલા જ નિકોલથી ઓઢવ રહેવા આવ્યો હતો.
સામૂહિક હત્યાકાંડથી મચ્યો ફફડાટ:
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવના વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં સામુહિક હત્યાથી ફફડાટ મચી જવા પામ્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, ચાર સભ્યોને તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પહેલા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા બાદ તેઓ બેભાન થયા હશે અને એ જ સ્થિતિમાં તેમની હત્યા થઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હત્યા કર્યા બાદ શંકાસ્પદ વિનોદ મરાઠી ઘરેથી ભાગી ગયો છે.
મૃતકોનાં નામ:
હત્યા કરવામાં આવેલ મૃતકોમાં સોનલ મરાઠી, પ્રગતિ મરાઠી, ગણેશ મરાઠી અને સુભદ્રા મરાઠીનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.