દિવસેને દિવસે દાણચોરી (Smuggling)ના કિસ્સાઓ ખુબ જ વધતા જાય છે. ત્યારે હાલમાં જ અમદાવાદ (Ahmedabad)માંથી હીરાની દાણચોરી(Diamond smuggling) કરતા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અહી, ઈન્ટરનેશનલ એરપોર્ટ(International Airport) પરથી દુબઈ(Dubai) જઈ રહેલા એક પેસેન્જર પાસેથી 304.629 કેરેટના રૂ.1.6 કરોડની કિંમતના હીરા અને 40 હજાર દીરહામ ડીઆરઆઈએ પકડી પાડ્યા છે. 1.6 કરોડના હીરાના 15 પેકેટ પેસેન્જરે તેના સામાનમાં મહિલાઓના કપડામાં સંતાડ્યા હતા.
15 નાની થેલીમાં હીરા પેક કર્યા હતા:
આ વ્યક્તિ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઇ જઇ રહ્યો હતો. એ દરમિયાન એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓ દ્વારા પેસેન્જરોની તપાસ કરવામાં આવી હતી. ડીઆરઆઈને મળેલી બાતમીના આધારે તેમણે શુક્રવારે ભારથી દુબઇ જતા મુસાફરના સામાનની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન વિવિધ કદ અને જથ્થાના છૂટક હીરાની 15 નાની પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલ રૂ.1.6 કરોડની કિંમતના હીરા મળી આવ્યા હતા.
હીરાની 1 કરોડની બજાર કિંમત:
હીરા ઉપરાંત 40 હજાર દીરહામની કિંમતની વિદેશી ચલણી નોટો મહિલાઓના કપડામાં છુપાવેલા મળી આવ્યા હતા. આ દીરહામ ભારતીય ચલણમાં રૂ. 8 લાખ થાય છે. આ હીરાનું મૂલ્યાંકન વેલ્યુઅરની હાજરીમાં કરાયું હતું. જેના આધારે હીરા 304.629 કેરેટના હતા અને તેની બજાર કિંમત રૂ. 1 કરોડની થાય છે.
દાણચોરીનો આ સામાન કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે અને 1962ની જોગવાઈઓ હેઠળ આ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન મુસાફરે જણાવ્યું હતું કે, તે મૂળ મુંબઈનો વતની છે અને ભારતની બહાર હીરાની દાણચોરીમાં સામેલ છે. જેના માટે તેને દુબઈ સ્થિત હીરાના વેપારી દ્વારા કમિશન ઓફર કરવામાં આવ્યું હતું.
હીરાની દાણચોરી કરવાનો પ્રથમ કેસ:
અત્યાર સુધી મોટેભાગે વિદેશથી આવતા મુસાફરો પાસેથી ગોલ્ડ અને ડ્રગ્સની દાણચોરી કરતા લોકો પકડાયા છે. પરંતુ આ પહેલો કેસ છે જેમાં ભારતમાંથી બહાર હીરાની દાણચોરી કરતા મુસાફરને ઝડપી પાડવામાં આવ્યો છે. હીરાની દાણચોરી કરતો આ મુસાફર મોડસ ઓપરેન્ડીના કારણે ઝડપાઇ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.