100 દિવસ ICU માં રહી અમદાવાદની કોરોના વોરિયર નર્સે મોત સામે જીતી જંગ, ડોક્ટરની વાતો સાંભળી ભીની થઇ જશે આંખો

હાલ અમદાવાદ (Ahmedabad)ની હોસ્પીટલના સિસ્ટર ઇન્ચાર્જે હિંમતનો એક જબરદસ્ત દાખલો બેસાડ્યો છે. તેઓ અમદાવાદની એલજી હોસ્પીટલ (LG Hospital)માં ફરજ બજાવતા હતા. આ અંગે જીવરાજ મહેતા…

હાલ અમદાવાદ (Ahmedabad)ની હોસ્પીટલના સિસ્ટર ઇન્ચાર્જે હિંમતનો એક જબરદસ્ત દાખલો બેસાડ્યો છે. તેઓ અમદાવાદની એલજી હોસ્પીટલ (LG Hospital)માં ફરજ બજાવતા હતા. આ અંગે જીવરાજ મહેતા હોસ્પિટલ (Jivraj Mehta Hospital)માં ફરજ બજાવતા હિમેટોલોજિસ્ટ(Hematologist) ડો. ધૈવત શુકલા (Dr. Goddess Shukla)ના જણાવ્યા અનુસાર, ‘એલજી હોસ્પિટલનાં સિસ્ટર ઇન્ચાર્જ અને સ્ટાફમાં અતિપ્રિય ઉષાબેન ઝાલા સ્તન કેન્સર (Breast cancer)ની સારવારમાં રેડિયો અને કીમોથેરેપીથી સ્વસ્થ થયા હતા અને તેમણે ફરી નોકરી પણ શરૂ કરી, પરંતુ ફરજ દરમિયાન અચાનક ઢળી પડ્યા અને મગજમાં હેમરેજ થતાં લોહી પાતળું કરવાની દવાની આડઅસરથી અચાનક કોમામાં સરી પડતાં તેમની એક ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયાં હતાં, જ્યાં ખર્ચ વધતાં છેવટે ડો. જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.’

એ પણ જાણવા મળ્યું છે કે, ઉષાબેનને સતત 100 દિવસ કોવિડમાં સારી કામગીરી બદલ સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા, એ જ દરમિયાન બીજી તરફ કોવિડને કારણે ઉષાબેનના પતિની નોકરી છૂટી ગઈ હતી, જેથી પરિવારમાં આર્થિક કટોકટી સર્જાઈ હતી. ખાનગી હોસ્પિટલમાં સારવારનો દિન-પ્રતિદિન વધતાં ખર્ચને ધ્યાનમાં રાખી એલજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના સર્જન ડો. રાઘવેજીવરાજ મહેતા હોસ્પિટલમાં ફરજ બજાવતા હિમેટોલોજિસ્ટ ડો. ધૈવત શુકલા પાસે સારવારની સલાહ આપી હતી.

ડો. ધૈવત શુકલાના જણાવ્યા અનુસાર, ‘હું પોતે હિમેટોલોજિસ્ટ છું, પણ ડોક્ટર મિત્રનો આગ્રહ અને દર્દીના પરિવારની આર્થિક સ્થિતિ તેમ જ દર્દી નર્સ હોવાથી મેં તેમની સારવાર કરવાનું નક્કી કર્યું હતું.’ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘તેમને આઈસીયુમાં દાખલ કરાયાં ત્યારે આઈસીસીયુ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. અરુણા અગ્રવાલ અને ડો. ધૈવત શુુકલાને પ્રાથમિક તપાસમાં દર્દીને બચાવવા મુશ્કેલ હોવાનું જણાયું હતું છતાં ન્યુરોલોજિસ્ટ ડો. માલવ ગદાણી અને ન્યુરો સર્જન ડો. વાય.સી. શાહ દ્વારા મગજનું દબાણ ઓછું કરવાની તેમ જ ચેપની સારવાર શરૂ કરાતા તબિયતમાં સુધારો થયો અને બ્લડપ્રેશર કંટ્રોલમાં આવી ગયું અને ચેપમુક્ત થયાં હતાં.

પરંતુ, લોહી પાતળું કરવાની દવા બંધ કરવાથી ફેફસાં અને હૃદયની નળી બ્લોક થઈ જતાં ફરી એ જ સ્થિતિમાં આવી ગયાં. ન્યુરોલોજિસ્ટની સલાહથી ફરીથી લોહી પાતળું કરવાની દવા આપવાથી મહિના બાદ ફરી તેમણે આંખો ખોલી અને વેન્ટિલેટર અને બ્લડપ્રેશરની દવા બંધ કરાઈ અને આખરે મોત સામે જિંદગીની જીત થઈ હતી.’ દર્દીના પતિ પંકજ ઝાલાના જણાવ્યા અનુસાર, ‘એક તરફ ડોક્ટર પર અને ભગવાન પર વિશ્વાસ રાખ્યો જેને કારણે મારી પત્ની મોતના મુખમાંથી બહાર આવી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *