IPL 2022 શરૂ થયાને હવે એક અઠવાડિયું થઈ ગયું છે. આ અઠવાડિયામાં ક્રિકેટ ચાહકો(Cricket fans)ને શાનદાર મેચ જોવા મળી છે. જ્યાં કેટલાક ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી ઘણી હેડલાઈન્સ બનાવી હતી. સાથે જ કેટલાક સ્ટાર ખેલાડીઓનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. આ ઉપરાંત મિસ્ટ્રી ગર્લ(Mystery Girl), અનન્યા પાંડે (Ananya Pandey)પણ જોવા મળી હતી. તો આવો જાણીએ પહેલા અઠવાડિયાની 10 મોટી બાબતો વિશે.
1. બટલરની સદી: જોસ બટલર IPL 2022માં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બનેલ છે. રાજસ્થાન રોયલ્સ (RR)ના આ ખેલાડીએ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે 68 બોલમાં 100 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બટલરે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
2. ધોનીનું સુપર ફોર્મઃ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ખૂબ જ સારી લયમાં જોવા મળી રહ્યા છે. ધોનીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી. ત્યાર પછી, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચમાં ધોનીએ છ બોલમાં અણનમ 16 રન બનાવ્યા હતા.
3. સુહાના-અનન્યા પણ આવી ચર્ચાઃપંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચમાં KKR ટીમના માલિક શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન સ્ટેન્ડમાં પોતાની ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહી હતી. તેની સાથે તેની મિત્ર અને અભિનેત્રી અનન્યા પાંડે પણ હતી. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
4. મિસ્ટ્રી ગર્લનીના નાટક: IPL 2022ની ઉદ્ઘાટન મેચમાં ‘મિસ્ટ્રી ગર્લ’ ફેમસ થઈ ગઈ હતી. કોલકાતા સામે જ્યારે ચેન્નાઈની બેટિંગ ચાલી રહી હતી ત્યારે ટીવી સ્ક્રીન પર ‘મિસ્ટ્રી ગર્લ’ બતાવવામાં આવી હતી. તે યુવતીની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ‘મિસ્ટ્રી ગર્લ’નું નામ છે દેવિકા નાયર, જે વ્યવસાયે ડિજિટલ માર્કેટર છે.
5. ડુ પ્લેસિસની શાનદાર શરૂઆત: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટીમની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડુ પ્લેસિસે પંજાબ કિંગ્સ (PBKS) ના બોલર્સની જોરદાર ખબર લેતા 88 રનની ઇનિંગ રમી હતી. જો કે, ડુ પ્લેસિસની આ ઇનિંગ છતાં RCBને પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
6. કાવ્યા મારનની પ્રતિક્રિયાઃ રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના સીઈઓ કાવ્યા મારનની પ્રતિક્રિયા ખૂબ વાયરલ થઈ હતી. જ્યારે જોસ બટલરને SRH ફાસ્ટ બોલર ઉમરાન મલિકે આઉટ કર્યો ત્યારે સ્ટેડીયમમાં રહેલી કાવ્યા ખુશીથી છવાઈ ગઈ હતી.
7. કોહલીની રમુજી પ્રતિક્રિયાઃ RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયો IPL 2022ની છઠ્ઠી મેચનો છે, જ્યાં કોહલીએ કેચ લીધા પછી મજેદાર પ્રતિક્રિયા આપી હતી. કોહલીએ આ કેચ હર્ષલ પટેલના બોલ પર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના બેટ્સમેન સેમ બિલિંગ્સના હાથે લીધો હતો.
8. ઉમેશ યાદવની બોલિંગઃ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો ઝડપી બોલર ઉમેશ યાદવ હાલ ચાલી રહેલ આઈપીએલમાં એક અલગ જ લયમાં જોવા મળી રહ્યો છે. પંજાબ કિંગ્સ (PBKS) સામે, ઉમેશે 23 રનમાં ચાર ખેલાડીઓને શિકાર બનાવ્યા હતા. અગાઉ ચેન્નાઈ અને આરસીબી સામેની મેચમાં તેણે બે-બે વિકેટ લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.