IPL 2022, CSK Vs PBKS: ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વધુ એક કારમી હાર, પંજાબ કિંગ્સે 54 રને મેચ જીતી

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ(Brabourne Stadium)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (Punjab Kings)વચ્ચે ચાલી રહેલી IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફરી એકવાર હાર્યું છે. ટીમ આ સિઝનમાં અત્યાર સુધીની ત્રણેય મેચ હારી ચૂકી છે. તેમજ પંજાબ કિંગ્સે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે, જેમાંથી ટીમને બેમાં જીત મળી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજા(Captain Ravindra Jadeja)એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબની ટીમે ચેન્નાઈને 181 રનનો ટાર્ગેટ(Target) આપ્યો હતો. પરંતુ જવાબમાં ચેન્નાઈની ટીમ 18 ઓવરમાં જ 126 રનમાં સમેટાઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે CSK માટે માત્ર શિવમ દુબેએ મેચમાં અડધી સદી ફટકારીને 30 બોલમાં 57 રન બનાવ્યા હતા. કેપ્ટન રવિન્દ્ર જાડેજા અને મોઈન અલી ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ચેન્નાઈના સાત બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. બીજી તરફ પંજાબ તરફથી રાહુલ ચાહરે ત્રણ વિકેટ ઝડપી હતી. તેમજ વૈભવ અરોરા અને લિયામ લિવિંગસ્ટોને બે બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

આ છે પ્લેઇંગ-11: 
પંજાબ કિંગ્સના પ્લેઇંગ-11માં મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, ભાવુકા રાજપક્ષે (વિકેટ કીપર), લિયામ લિવિંગસ્ટોન, શાહરૂખ ખાન, જીતેશ શર્મા, ઓડિયન સ્મિથ, અર્શદીપ સિંહ, રાહુલ ચહર, કાગીસો રબાડા, વૈભવ અરોરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના પ્લેઈંગ-11ની વાત કરીએ તો તેમાં ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), એમએસ ધોની (વિકેટકીપર), શિવમ દુબે, ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, ડ્વેન પ્રિટોરિયસ અને મુકેશ ચૌધરીનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *