વિકેન્ડની મજા માણવા માટે રમપમ ધોધમાં ન્હાવા ગયેલા 2 યુવકોનાં ડૂબી જવાથી કરુણ મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): ભરૂચ(Bharuch)ના નેત્રંગ(Netrang)માં ઘણીખૂટ ગામે કરજણ નદી(Karjan river) પર આવેલાં રમપમ ધોધથી ઓળખાતા ધારીયા ધોધ(Dharia Falls) ઉપર વિકેન્ડની મજા માણવા માટે આવેલાં બે યુવાનો ડૂબી…

ગુજરાત(Gujarat): ભરૂચ(Bharuch)ના નેત્રંગ(Netrang)માં ઘણીખૂટ ગામે કરજણ નદી(Karjan river) પર આવેલાં રમપમ ધોધથી ઓળખાતા ધારીયા ધોધ(Dharia Falls) ઉપર વિકેન્ડની મજા માણવા માટે આવેલાં બે યુવાનો ડૂબી જતાં તેમના કરુણ મોત નીપજ્યા હતા. જયારે અન્ય ડૂબતા યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. તે યુવકની તબિયત વધારે ગંભીર બનતા અંકલેશ્વર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, રવિવારના રોજ જંબુસર તાલુકામાં ઊબેર ગામનાં લોકો નેત્રંગ પાસે આવેલા સ્વામી નારાયણ મંદિરે આત્મીય સ્નેહ મિલનમાં આવ્યાં હતાં અને આ કાર્યક્રમ રવિવારના રોજ સાંજે સાત વાગ્યા પછી શરુ થવાનો હતો. ગામથી વહેલા આવી જવાને કારણે નેત્રંગ નજીક ધાણીખૂંટ ગામે આવેલા કરજણ નદી પર આવેલા રમપમ ધોધની મુલાકાત લેવા માટે ગયા હતા. જ્યાં નાહવા માટે પડેલાં સાથી મિત્રો સાથે અચાનક આ ચકચારી ઘટના બની હતી.

આ સમગ્ર ઘટના અંગેની પોલીસ સ્ટેશનમાં જાણ થતાં નેત્રંગ પોલિસે સ્થળ ઉપર દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. અન્ય એક યુવક ને 108 દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ બાદ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો હતો. જ્યારે વિશાલ પરમાર અને રાકેશ પઢિયારને ફરજ પરના ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

હસમુખ વસાવાએ જણાવતા કહ્યું હતું કે, નદીથી થોડે નજીક જ મારુ ઘર આવેલું છે, અંદાજે ત્રણ વાગ્યાની આસપાસ નદી પાસેથી જોર-જોરથી બૂમો સંભળાઈ રહી હતી, જેને કારણે શું થયું તે જોવા હું નદી પાસે દોડી ગયો હતો. મારી સાથે મારા ફળિયાના લોકો પણ દોડી ગયા હતા. નજીક જઈને જ્યારે જોયું તો માણસોનું ટોળું એકઠું થઇ ગયું હતુ અને બે જણ નદીમાં ડૂબી રહ્યાં હતા. એક પણ ક્ષણનો વિચાર્યા કર્યા વગર અમે નદીમાં ઝંપલાવી અંદાજે એકાદ કલાકની મહેનત પછી બે જણને પાણીની બહાર કાઢવામાં આવ્યા હતા અને આ યુવાનોએ ખૂબ જ પાણી પી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *