આ તસ્વીર પાછળની કહાની જાણીને રુવાડા બેઠા થઈ જશે

ક્યાંક તમે એવા ભાઈ-બહેનોની વાર્તાઓ તો સાંભળી જ હશે જે આવનારી પેઢીઓ માટે ઉદાહરણ રૂપ હોય છે. આજે અમે તમને એવા જ એક કિસ્સા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. અરુણાચલ પ્રદેશમાં(Arunachal Pradesh) એક બાળકીનો ફોટો સોશિઅલ મીડિયા(social media) માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળકી તેની નાની બહેન સાથે લઈને સ્કૂલે જાય છે અને તેના ખોળામાં બેસીને ક્લાસરૂમમાં પોતાનું ભણવાનું કામ કરે છે.

Miningsinliu Pamei નામની આ છોકરી ધોરણ 4 ની 10 વર્ષની વિદ્યાર્થીની છે. તે દિવસે તે તેની નાની બહેનની સાર-સંભાળ રાખવા સાથે લઈને શાળાએ ગઈ હતી. કારણ કે તેના માતા-પિતા ખેતીના કામમાં ખૂબ વ્યસ્ત હતા. આ તસ્વીરે સોસીયલ મીડિયા સહિત ઘણા મોટા નેતાઓનું ધ્યાન ખેંચ્યું છે. મણિપુરના(Manipur) વીજળી, વન અને પર્યાવરણ મંત્રી બિસ્વજીત સિંહ પણ તેમાં સામેલ છે. તેમણે લખ્યું કે, શિક્ષણ પ્રત્યેના તેમના સમર્પણથી મને આશ્ચર્ય થયું છે. હું ઈચ્છું છું કે બધી છોકરીઓ શિક્ષણ(education)મેળવે.

બિસ્વજીત સિંહે(Biswajit Singh) જણાવ્યું કે, તે આ નાની બાળકીના પરિવારનો સંપર્ક કરવામાં સફળ રહ્યા છે અને તેમને મેઈનિંગસિન્લિયુને ઈમ્ફાલ લાવવા કહ્યું છે. વધુમાં બિસ્વજીત સિંહે કહ્યું કે, તેઓ સ્નાતક થાય ત્યાં સુધી મેઈનિંગસિન્લિયુના શિક્ષણની કાળજી લેશે. અહેવાલો અનુસાર, મેઈનિંગસિન્લિયુ પરિવાર ઉત્તર મણિપુરના તામેંગલોંગ જિલ્લામાં રહે છે.

તે મણિપુરના તામેંગલોંગ જિલ્લાની ડેલોંગ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. અરુણાચલ પ્રદેશમાં આજે આ છોકરીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. અને તેની મદદ માટે ઘણા લોકો આગળ પણ આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *