નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવાનો નિયમ છે. સાચા હૃદયથી માતા રાનીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
Chaitra Navratri 5th Day 2022: હિંદુ ધર્મ(Hinduism)માં આદિશક્તિ મા દુર્ગાના ભક્તો માટે વિશેષ છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિ 2 એપ્રિલથી શરૂ થઈ છે, જે 11મી એપ્રિલે પૂરી થશે. 6 એપ્રિલે ચૈત્ર નવરાત્રિનો પાંચમો દિવસ છે. નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે, જે માતાનું પાંચમું સ્વરૂપ છે. માતા પોતાના ભક્તો પર પુત્રની જેમ સ્નેહ વરસાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતાની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. માતાનું સ્મરણ કરવાથી જ અશક્ય કાર્યો શક્ય બને છે.
સ્કંદમાતા કમળના આસન પર બિરાજમાન છે, તેથી જ માતાને પદ્માસન દેવી પણ કહેવામાં આવે છે. માતા સ્કંદમાતાને પાર્વતી અને ઉમા તરીકે પણ ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે માતાની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. માતાનું વાહન સિંહ છે. સ્કંદમાતા સૂર્યમંડળના પ્રમુખ દેવતા છે.
માતા સ્કંદમાતાને આટલી વસ્તુઓ ખુબ જ પસંદ છે
એવું માનવામાં આવે છે કે સ્કંદમાતાની પૂજા કરવાથી વ્યક્તિ પરમ શાંતિ અને સુખનો અનુભવ કરે છે. માતા સ્કંદમાતાને સફેદ રંગ પ્રિય છે. માતાની પૂજામાં સફેદ રંગના કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. માતાની પૂજા કરતી વખતે પીળા રંગના વસ્ત્રો પહેરવાં ખુબ જ શુભ માનવામાં આવે છે.
નવરાત્રીના પાંચમાં દિવસનું – શુભ મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્ત – 04:34 AM થી 05:20 AM
વિજય મુહૂર્ત – 02:30 PM થી 03:20 PM
સંધિકાળ મુહૂર્ત – 06:29 PM થી 06:53 PM
અમૃત કાલ – 04:06 PM થી 05:53 PM
સર્વાર્થ સિદ્ધિ યોગ – આખો દિવસ
રવિ યોગ – 07:40 PM થી 06:05 AM, Apr 07
સ્કંદમાતાની પૂજા-વિધિ
સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. માતાની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો.
સ્નાન કર્યા પછી ફૂલ ચઢાવો. માતાને રોલી કુમકુમ પણ ચઢાવો. માતાને મીઠાઈ અને પાંચ પ્રકારના ફળ અર્પણ કરો.
માતા સ્કંદમાતાનું વધુ ને વધુ ધ્યાન કરો. ત્યારબાદ માતારાણીની આરતી કરો.
માતાને ભોગ
કેળાનો પ્રસાદ માતાને ખૂબ જ પ્રિય છે. માતાને ખીરનો પ્રસાદ ચઢાવવો પણ શુભ છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે. માતાને વિદ્યાવાહિની દુર્ગા દેવી પણ કહેવામાં આવે છે. માતાની ઉપાસના કરવાથી અલૌકિક તેજ પ્રાપ્ત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.