વાંચીને હેરાન થઇ જવાય તેવી વાત છે. એક વિદ્યાર્થીએ જે કોલેજમાંથી શિક્ષા પ્રાપ્ત કરી તેજ કોલેજને તેણે કરોડોનું દાન આપ્યું. જણાવી દઈએ તમને કે ભારતના ઇતિહાસમાં સૌં પ્રથમ વાર કોલેજને IIT ને કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ આવડી મોટી રકમનું દાન આપ્યું છે. ઘણા બધા લોકો આજે પોતાના બાળપણની શાળા અને કોલેજને ખુબ યાદ કરતા હોય છે આજે સૌં કોઈનું એક એવું પણ સપનું હોય છે કે જેઓ પોતે જે શાળાકોલેજમાં અભ્યાસ કર્યો હોય ત્યાં પોતે કઈક મદદ કરી શકે. ઘણા બધા લોકો મદદ કરતા પણ હોય છે.
આવો જ એક કિસ્સો કાનપુરમાં સાંભળવા મળ્યો છે. ઇન્ડિગો એરલાઇન્સના કો-ફાઉન્ડર રાકેશ ગંગવાલ IIT કાનપુરને 100 કરોડ રૂપિયા દાનમાં આપશે. તેમણે સોમવારે આ જાહેરાત કરી હતી. પહેલી વખત કોઈ પૂર્વ વિદ્યાર્થીએ મોટી આર્થિક મદદ કરી છે. આ ફંડનો ઉપયોગ સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ ટેક્નોલોજી માટે કરવામાં આવશે. ભવિષ્યમાં ઘણા બધા વિદ્યાર્થીઓ લાભ લઇ શકશે. રાકેશે ઘણા બધા લોકો માટે એક પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.
જણાવી દઈએ તમને કે આ રકમ આઇઆઇટી- કાનપૂરના કેમ્પસમાં બની રહેલી મેડિકલ સ્કૂલના નિર્માણમાં મદદ માટે આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે શૈક્ષણિક સંસ્થા અને ગંગવાલ વચ્ચે કરાર કરાયા છે. જેમાં આ મેડિકલ સ્કૂલનું નામ ‘ગંગવાલ સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી’ રાખવામાં આવશે અને ગંગવાલ તેના સલાહકાર બોર્ડમાં સામેલ થશે. રાકેશ ગંગવાલ આઇઆઇટી-કાનપૂરના પૂર્વ વિદ્યાર્થી પણ છે.
IIT કાનપુરમાં પહેલાથી જ તેની બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહી છે. રાકેશ ગંગાવાલ આ નવી સંસ્થાના સલાહકાર બોર્ડમાં પણ સામેલ થશે. IIT કાનપુરના ડિરેક્ટર અભય કરંદીકરે સોમવારે મુંબઈના રાકેશ ગંગાવાલ સાથે મુલાકાત કરી હતો જ્યાં રાકેશ ગંગાવાલે પોતાની પૂર્વ કૉલેજ માટે દાન આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે રાકેશ જણાવે છે કે,સારા ઉદ્દેશ્ય માટે સંસ્થાની સાથે જોડાવવુ ઘણી સારી બાબત છે. આ સંસ્થાએ વિવિધ ક્ષેત્રોમાં હજારો પ્રતિભાવાન વ્યક્તિઓનું સર્જન કર્યુ છે, હવે તેઓ આરોગ્ય સેવા ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે.
IIT સાથે વધારે વાતચિત કરતા જાણવા મળ્યું કે આ નવી સંસ્થામાં કુલ 9 એડવાન્સ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. IIT કાનપુર આ પહેલના માધ્યમથી ચિકિત્સાને એન્જિનિયરિંગ સાથે જોડવા અને ક્રોસ ડિસિપ્લિનરી લર્નિંગને પ્રોત્સાહિત કરવા માંગે છે. સ્કૂલ ઓફ મેડિકલ કૉલેજનો બિલ્ટ અપ એરિયા લગભગ 10 લાખ વર્ગ ફુટ હશે. આ પ્રોજેક્ટનું પહેલું ચરણથી પાંચ વર્ષમાં પુરું કરવામાં આવશે.
આ મેડિકલ સંસ્થાનું નામ ગંગાવાલ સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ ટેક્નોલોજી રાખવામાં આવશે. મુંબઇમાં આ અવસર પર રાકેશ ગંગાવાલ પોતાના આખા પરિવાર સાથે પહોંચ્યા હતા.કેશ ગંગવાલ આઇઆઇટી-કાનપૂરના પૂર્વ વિદ્યાર્થી પણ છે. રાકેશ ગંગાવાલ તેમણે વર્ષ 1975મા IIT કાનપુરથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી હાંસલ કરી હતી. સાથે જ તેમણે પેન્સિલવેનિયા યુનિવર્સિટીની વ્હાર્ટન સ્કૂલમાં MBAની ડિગ્રી પણ હાંસલ કરી. ઇન્ડિગોમાં તેમની 37 ટકા ભાગીદારી છે. હવે તેઓ અમેરિકામાં રહે છે. વર્ષ 2020મા ફોર્બ્સની અમેરિકાના સૌથી અમીર 400 લોકોની લિસ્ટમાં તેમને 359મા નંબરે રાખવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.