આર્ટીકલ 370 બાદ સાઉદી અરેબિયાએ પણ આપ્યો પાકિસ્તાનને મોટો ઝટકો. જાણો વધુ

પાકિસ્તાની દેશ-વિદેશમાં ડેરો જમાવીને બેસી ગયા છે. અને હાલ દુબઈ માંથી પાકિસ્તાનને લઈને ખુબ મોટા સમાચાર આવ્યા છે. સાઉદી અરેબિયામાં રહેતા પાકિસ્તાની ડોકટરો ખુબ લાંબા સમયથી બેકાર હતા અને હાલ પણ છે, પરંતુ હવે તેઓએ તેમના વતન પરત ફરવું પડશે. સાઉદી સરકારે પાકિસ્તાનથી એમએસ (માસ્ટર ઓફ સર્જરી) અને એમડી (ડોક્ટર ઓફ મેડિસિન) ની ડિગ્રીવાળા ડોકટરોને ગેરલાયક ઠેરવ્યા છે. ત્યાંની સરકારનું માનવું છે કે પાકિસ્તાનના આ બે ડિગ્રી ધરાવતા ડોકટરોનું શિક્ષણ તે સ્તરનું નથી કે તેમને અહીં પ્રેક્ટિસ કરવાની છૂટ આપવી જોઈએ. મોટાભાગના પાકિસ્તાની ડોકટરો સાઉદી અરેબિયામાં છે. ગયા મહિને લીધેલા આ નિર્ણય બાદ હજારો ડોક્ટરોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી. આ ડોકટરોને સાઉદી છોડવાનું કહેવામાં આવ્યું હતું. હવે આ ડોકટરો પાછા પાકિસ્તાન જઈ રહ્યા છે.

એક આર્ટીકલ અનુસાર, સાઉદી અરેબિયાના આરોગ્ય પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે સાઉદી સરકાર હવે પાકિસ્તાની અનુસ્નાતક ડિગ્રી કાર્યક્રમો, એમએસ અને એમડીને માન્યતા આપતી નથી. તબીબી લાઇસન્સ માટેની તેની યોગ્યતા અસ્વીકાર્ય છે. આ પત્રમાં લખ્યું છે, વ્યવસાયિક લાયકાત માટેની તમારી અરજી નામંજૂર કરવામાં આવી છે. તેનું કારણ એ છે કે એસસીએફએચએસના નિયમો અનુસાર પાકિસ્તાનની તમારી માસ્ટર ડિગ્રી સ્વીકાર્ય નથી.

પાકિસ્તાની સમાચાર અનુસાર, પત્ર મળતાં પાકિસ્તાની ડોક્ટરોને સાઉદી અરેબિયા છોડીને પ્રત્યાર્પણ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સાઉદી મંત્રાલયે દાવો કર્યો હતો કે ડિગ્રીમાં ટોચની નોકરીઓ માટે જરૂરી તબીબી તાલીમ નથી. આ સમાચારથી ઘણા પાકિસ્તાની ડોકટરો ચોંકી ગયા છે, જેમાંથી ઘણા દાયકાઓથી સાઉદી અરેબિયામાં કાર્યરત છે. હવે તેઓ પોતાના દેશ પાછા જઈ રહ્યા છે અથવા રવાના થવાની તૈયારી કરી રહ્યા છે. આ સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ બાકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *