ભાજપના સિનિયર મંત્રીનું સેકસ રેકોડિઁગ ખુદ મંત્રીની પત્નીએ જ પકડયુ. પછી શું થયું જાણો

Published on Trishul News at 9:38 AM, Sat, 20 April 2019

Last modified on April 20th, 2019 at 9:38 AM

કોઈ પણ પક્ષનો નેતા અનૈતિક સંબંધ બાંધે તેમાં તેનો પક્ષ જવાબદાર હોતો નથી, પરંતુ નેતાના કરતુતને કારણે પક્ષ શોભજનક સ્થિતિમાં જરૂર મુકાઈ જાય છે, આવુ જ કઈ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના એક સિનિયર મંત્રીના સેકસ રેકેટનો પર્દાફાસ ખુદ મંત્રીની પત્નીએ જ કર્યો હતો. જો કે મંત્રીના પત્નીને જ્યારે પોતાના પતિની લંપટ લીલાની ખબર પડે ત્યારે જાણે આગનો ગોળો ફાટયો હોય તેમ મંત્રીના પત્નીએ પોતાના પતિ અને તેમની સાથે સંબંધ રાખનાર મહિલા ઉપર ફોન ઉપર અહિયા લખી શકાય નહીં તેવા શબ્દોનો પ્રયોગ કરી રીતસર ધમકાવી નાખ્યા હતા, પરંતુ આશ્ચર્ય તે બાબતનું છે કે આ તમામ ફોન ઉપરના સંવાદો વાયરલ થઈ ગયા છે.

સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયેલા મંત્રી, તેમના પત્ની અને પહેલી મહિલા વચ્ચેના ટેલીફોનીક સંવાદોના પાંચ ઓડીયો છે, જે અમારી પાસે પણ છે પરંતુ આ ટેલીફોનીક સંવાદો અત્યંત નીમ્ન કક્ષાના હોવાને કારણે અમે અહિયા તે મુકી શકતા નથી, પરંતુ ભાજપના સિનિયર મંત્રી પોતાની દીકરી સમાન યુવતી સાથે કેવો સંબંધ ધરાવે છે તે સ્પષ્ટ થાય છે. પહેલો ઓડીયો આ મહિલા અને સિનિયર મંત્રીનો છે જેમાં મંત્રી અને મહિલા પોતાના પ્રેમની વાત કરે છે, જેમાં મંત્રી મહિલાને અંગતપળોમાં જે શબ્દનો પ્રયોગ કરે તેવા શબ્દોનો પ્રયોગ કરે છે, મહિલા લાડમાં કહે છે સવારના સમયે ભગવાનનું નામ લેવાય આવા શબ્દો ન વાપરો છે. મહિલા કહે છે કે હું તમારો ભુતકાળ છું, તમારો વર્તમાન અને ભવિષ્ય પણ હું જ છું.

મંત્રી તે વાતનું સમર્થન આપતા કહે છે હું તને પ્રેમ કરતો હતો, પ્રેમ કરૂ છું અને પ્રેમ કરતો રહીશ, જો કે બીજો ઓડીયો ગુસ્સામાં શરૂ થાય છે. મંત્રીની પત્ની મંત્રીની પ્રેમીકાને ફોન કરી કહે છે મારે તારા પતિ સાથે વાત કરવી છે મને તેનો નંબર આપ, જો કે ત્યારે મંત્રીની પ્રેમીકા કારમાં મુસાફરી કરતી હોવાને કારણે પુષ્કળ પ્રમાણમાં પવનનો અવાજ સંભળાય છે, તો પણ મંત્રીના પત્ની પ્રેમીકા ભાંડવાનું શરૂ કરે છે, અને પ્રેમીકા ઉપર આરોપ મુકે છે કે મને એક પત્ર મળ્યો છે તેમાં તારો અને મારા પતિના સંબંધોની વાત છે, મંત્રીની પત્ની સામે છેડે રહેલી યુવતીની ધંધાવાળી કહી સંબોધન કરે છે. મંત્રીની પત્ની આરોપ મુકે છે તમે જાહેરમાં પિતા-પુત્રી હોવાનો દાવો કરો છો, પણ તમારા શારિરીક સંબંધોની મને ખબર છે, સંવાદમાં બંન્ને તરફથી અશ્લીલ સંવાદ પણ થાય છે.

ચોથો ઓડીયો મંત્રી અને તેમની પત્ની વચ્ચેનો છે, જેમાં મંત્રી પોતાનો બચાવ કરે છે અને તેમને તે યુવતી સાથે કોઈ જ પ્રકારનો સંબંધ હોવાની વાત નકારી કાઢે છે અને પત્નીને ભરોસો અપાવવા માટે પોતાના ગુરૂજીના સોંગદ ખાય છે, પણ મંત્રીની પત્ની તેમના ઉપર ભરોસો કરતી નથી અને તે કહે છે હવે હું વૃધ્ધ થઈ ગઈ હોવાને કારણે તમે નાની ઉંમરની સ્ત્રીઓ પાસે જાવ છો, આ સંવાદમાં મંત્રીની પત્ની મંત્રીની પ્રેમીકા માટે અનેક ગંદા શબ્દોનો પ્રયોગ કરે છે. મંત્રી અને તેમની પ્રેમીકા બેગ્લોંર સાથે ગયા હોવાની વાત પણ આવે છે, જો કે મંત્રી બેગ્લોર ગયા હોવાનો ઈન્કાર કરે છે, આમ મંત્રીની પત્ની પોતાના પતિને તેમના લફડા અંગે એક પછી એક પુરાવા આપે છે પણ મંત્રી તે સ્વીકારવા તૈયાર નથી.

મંત્રીની પત્ની પોતાના પતિ સમક્ષ શંકા વ્યકત કરે છે કે તેમની પ્રેમીકાએ વશીકરણ કરવા માટે કોઈ પીર પાસેથી કઈક લાવી તેમને ખવડાવી દિધુ છે જેના કારણે તેઓ ઈચ્છે તો પણ પ્રેમીકાથી છુટી શકતા નથી, મંત્રી પોતાની પ્રેમીકાથી ખુબ ડરી રહ્યા છે અન પ્રેમીકા મંત્રીની રાજકીય કારકીર્દી ખતમ કરી નાખશે તેવો ડર હોવાને કારણે મંત્રી માટે પ્રેમીકા મજબુરી થઈ ગઈ હોવાનું મંત્રીની પત્ની માને છે, મંત્રની પત્ની પોતાની પતિને પુછે કે તે કોઈ અંગતપળનો વીડિયો તમારી પ્રેમીકા પાસે છે જેના આધારે તે તમને બ્લેકમેઈલ કરી રહી છે પણ મંત્રી તે બાબત નકારી કાઢે છે. સંવાદમાં અંજાર અને ભુજનો પણ ઉલ્લેખ આવે છે. જો કે મંત્રી- તેમના પત્ની અને મંત્રીની પ્રેમીકાના વિડીયો જાહેર કેવી રીતે થયા તે હજી સ્પષ્ટ થયુ નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના નેતા જયંતિ ભાનુશાળી અને તેમના સ્ત્રી મિત્ર વચ્ચેના આ પ્રકારના જ વીડિયો જાહેર થયા હતા, ત્યાર બાદ ભાજપના જ નેતા છબીલ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ થઈ અને ત્યાર બાદ છબીલ પટેલ દ્વારા જયંતિ ભાનુશાળીની હત્યા કરાવી દેવામાં આવ હતી. હવે ભાજપના આ સિનિયર મંત્રીની પ્રેમલીલા ચૂંટણી વખતે ભાજપને પરેશાન કરી રહી છે.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "ભાજપના સિનિયર મંત્રીનું સેકસ રેકોડિઁગ ખુદ મંત્રીની પત્નીએ જ પકડયુ. પછી શું થયું જાણો"

Leave a comment

Your email address will not be published.


*