અક્ષયના “માં સાથે કેમ નથી રહેતા?” સવાલ પર મોદીએ આપ્યો આ જવાબ

Published on: 11:57 am, Wed, 24 April 19

22 એપ્રિલે અક્ષય ટ્વિટ કરીને જણાવ્યું કે કંઈક એવું કરવા જઈ રહ્યા છે કે જીવનમાં ક્યારેય નથી કર્યું. એવી ફિલ્ડમાં પગલું રાખવા જઈ રહ્યા છે કે જ્યાં તેમની અવરજવર ક્યારેય નથી થઇ. લોકોએ કમેન્ટમાં અટકળો લગાવવાનું કરવાનું શરૂ કરી દીધું. મોટાભાગના લોકોનું એવું માનવું હતું કે અક્ષય હવે પોલિટિક્સ જોઈન કરી રહ્યા છે. આ બધું જોઈને અક્ષય ફરીથી ટ્વિટ કર્યું અને જણાવ્યું કે તે ચૂંટણી નથી લડવાના અને તેમનું ચૂંટણી સાથે કંઈ લેવાદેવા નથી. ઘણી બધી અટકળો લગાવવામાં આવે પરંતુ એ સાચી ન પડી. અંતે અક્ષય જાતે જ જણાવી દીધું કે શું કરવા જઈ રહ્યા છે.

હિન્દી અક્ષય કુમાર નરેન્દ્ર મોદીનું ઇન્ટરવ્યૂ લેવાના હતા જે તેમણે ટ્વીટ્ દ્વારા જણાવ્યું. આ ઇન્ટરવ્યુમાં અક્ષય નરેન્દ્ર મોદીને રાજનીતિ સિવાયના પ્રશ્નો કર્યા. તેમાંનું એક પ્રશ્ન પ્રધાનમંત્રી મોદીની માતા વિશે હતો.

પરિવાર સાથે રહેવા બાબતે અક્ષય કુમારે પ્રશ્ન પૂછ્યું તો પ્રધાનમંત્રી એ જવાબ આપતા કહ્યું કે તેઓ એ ખૂબ જ નાની ઉંમરથી પરિવાર વગેરે બધું જ છોડી દીધું છે. હવે તેમની મા પણ તેમને કામ માં ધ્યાન આપવા કહે છે અને પોતાના પર સમય ખર્ચ કરવાની ના પાડે છે.

અક્ષયના આ ટ્વીટને રી-ટ્વીટ કરતા પ્રધાનમંત્રીએ લખ્યું કે,

અક્ષય પાસે રાજનીતિ અને ચૂંટણી સિવાય અન્ય બાબતો વિશે વાત કરીને સારું લાગ્યું. આશા કરું છું કે લોકોને પણ મારી વાતચીત ગમશે.