‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ભવ્ય સફળતા બાદ વિવેક અગ્નિહોત્રી બનાવશે ‘દિલ્હી ફાઇલ્સ’ -કરી આ મોટી જાહેરાત

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ(The Kashmir Files)’ એ કમાણીના તમામ રેકોર્ડ્સ તોડ્યા છે. દિગ્દર્શક(Director) વિવેક રંજન અગ્નિહોત્રી (Vivek Ranjan Agnihotri)એ સિલ્વર સ્ક્રીન પર કાશ્મીરી પંડિતોની ક્રૂરતાની દર્દનાક વાર્તા રજૂ કરીને ખૂબ જ વાહ-વાહી મેળવી હતી. આ ફિલ્મ ઘણા નાના બજેટમાં બની હતી. પરંતુ તેની કમાણીએ મોટી મોટી ફિલ્મના રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મની આટલી સફળતા જોયા બાદ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ હવે પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

શું છે વિવેક અગ્નિહોત્રીનો નવો પ્રોજેક્ટ?
જાણવા મળ્યું છે કે, કાશ્મીર ફાઇલ્સ પછી, વિવેક રંજન અગ્નિહોત્રી દિલ્હી ફાઇલ્સ બનાવશે. વિવેક રંજન અગ્નિહોત્રીએ ટ્વિટ પર પોતાની નવી ફિલ્મનું ટાઇટલ આપ્યું છે. તેણે ટ્વીટ કરીને લખ્યું- હું તે તમામ લોકોનો આભાર માનું છું જેમણે કાશ્મીર ફાઇલ્સ બનાવી છે. છેલ્લા 4 વર્ષથી અમે પૂરી ઇમાનદારીથી મહેનત કરી છે. મેં તમારો TL સ્પામ કર્યો હશે પરંતુ કાશ્મીરી હિંદુઓ સાથે થયેલા નરસંહાર અને અન્યાય વિશે લોકોને જણાવવું ખૂબ જ જરૂરી છે. હવે મારી નવી ફિલ્મ પર કામ કરવાનો સમય આવી ગયો છે.

વિવેક અગ્નિહોત્રી ‘દિલ્હી ફાઇલ્સ’માં શું બતાવશે?:
આગામી ટ્વીટમાં, વિવેક અગ્નિહોત્રીએ નવી ફિલ્મની જાહેરાત કરતી વખતે લખ્યું- #TheDelhiFiles. વિવેક અગ્નિહોત્રીના આ નવા પ્રોજેક્ટ વિશે જાણ્યા બાદ લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા જોયા પછી એવું લાગે છે કે તેઓ એ જાણવા માટે બેતાબ છે કે વિવેક અગ્નિહોત્રી દિલ્હી ફાઇલ્સમાં શું બતાવવા જઈ રહ્યા છે. ઘણા યુઝર્સ ધારણા કરી રહ્યા છે કે દિલ્હી ફાઇલ્સમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બતાવવામાં આવશે. તો કેટલાક લોકોએ વિવેક અગ્નિહોત્રીને નવા પ્રોજેક્ટ માટે શુભેચ્છા પાઠવી છે.

ધ કાશ્મીર ફાઇલ્સ પહેલા, વિવેક અગ્નિહોત્રીએ તેમની ફિલ્મ દ્વારા ઇતિહાસના ઘણા છુપાયેલા રહસ્યો લોકો સમક્ષ લાવ્યા છે. આ શ્રેણીમાં, ધ તાશ્કંદ ફાઇલ્સ વર્ષ 2019માં આવી હતી. આ ફિલ્મ દ્વારા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુનું રહસ્ય ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ માટે વિવેક અગ્નિહોત્રીને બે નેશનલ એવોર્ડ મળ્યા હતા. તાશ્કંદ ફાઇલ્સ, કાશ્મીર ફાઇલ્સ પછી, લોકો હવે દિલ્હી ફાઇલ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *