કેરળ(Kerala)ના પલક્કડમાં શનિવારે બપોરે એક ગેંગ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે.
દુકાન પર કરવામાં આવ્યો હુમલો:
45 વર્ષીય શ્રીનિવાસન પર પલક્કડ શહેરમાં દિન દહાડે હુમલાખોરોના એક જૂથ દ્વારા તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી મોટરસાઈકલ પર ઘટનાસ્થળે પહોંચ્યો હતો. શ્રીનિવાસનના શરીર પર 20 થી વધુ ઘા મળી આવ્યા હતા. હુમલો થયો ત્યારે શ્રીનિવાસન તેમના વિસ્તારમાં એક દુકાનની બહાર ઉભા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં થોડી જહેમત બાદ તેમનું મૃત્યુ થયું હતું.
PFI નેતાનું થોડા કલાકો પહેલા થયું:
થોડા કલાકો પહેલા અહીં નજીકના એક ગામમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના એક નેતાની હત્યાનો મામલો સામે આવ્યો હતો. શુક્રવાર બપોરે એક મસ્જિદમાં નમાજ અદા કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જિલ્લાના એલાપ્પલ્લી ખાતે 43 વર્ષીય સુબેરની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી.
ભાજપે લગાવ્યા આ આરોપ:
હુમલા પર પ્રતિક્રિયા આપતા, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ આરોપ લગાવતા કહ્યું છે કે શ્રીનિવાસનની હત્યા પાછળ પીએફઆઈની રાજકીય શાખા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.