આજથી ફરી એકવાર લગ્નનો જોશ શરૂ થવા જઈ રહ્યો છે. જો તમે પણ સોનું અથવા સોનાના દાગી(Gold jewelry)ના ખરીદવા માંગો છો, તો તમારે સોના અને ચાંદીના ભાવ(Gold and silver prices) જાણવા ખુબ જ જરૂરી છે. અત્યારે સોનું 2980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 10,664 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ રહી છે. અત્યારે સોનું 53,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 68,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહી છે.
વાસ્તવમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા 53 દિવસના યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં અસ્થિરતા વચ્ચે ભારત સહિત વિશ્વભરના બુલિયન માર્કેટ(Bullion Market)માં અસ્થિરતાનો માહોલ છે. આવી સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં સોના-ચાંદીના ભાવમાં હલચલ જોવા મળી રહી છે.
આ ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે અને બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. બુધવારે સોનું 598 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી 1583 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ હતી. આ પહેલા મંગળવારે સોનું રૂ.112 અને ચાંદી રૂ.161 મોંઘી થઇ હતી. આટલો ઉછાળો હોવા છતાં, સોનું હજી પણ લગભગ રૂ. 2980 અને ચાંદી રૂ. 10,664 સસ્તું થઈ રહ્યું છે.
બુધવારે સોનું 598 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે મોંઘુ થયું અને 53,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આ પહેલા મંગળવારે સોનું 52,622 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તેમજ ચાંદી 1583 રૂપિયા મોંઘી થઈ અને 69,316 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ. આ પહેલા મંગળવારે ચાંદી 67,833 પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ હતી.
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના 22 -24 કેરેટ સોનાના અને ચાંદીના ભાવ:
સુરતમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,960, 8 ગ્રામનાં ₹39,680, 10 ગ્રામનાં ₹49,600, 100 ગ્રામનાં 4,96,000 રૂપિયા છે.
સુરતમાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,410, 8 ગ્રામનાં ₹43,280, 10 ગ્રામનાં ₹54,100, 100 ગ્રામનાં 5,41,000 રૂપિયા નોંધાયા છે.
સુરતમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹69.10, 8 ગ્રામનાં ₹552.80, 10 ગ્રામનાં ₹691, 100 ગ્રામનાં ₹6,910, 1 કિલોનાં 69,100 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,960, 8 ગ્રામનાં ₹39,680, 10 ગ્રામનાં ₹49,600, 100 ગ્રામનાં 4,96,000 રૂપિયા છે.
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,410, 8 ગ્રામનાં ₹43,280, 10 ગ્રામનાં ₹54,100, 100 ગ્રામનાં 5,41,000 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹69.10, 8 ગ્રામનાં ₹552.80, 10 ગ્રામનાં ₹691, 100 ગ્રામનાં ₹6,910, 1 કિલોનાં 69,100 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,958, 8 ગ્રામનાં ₹39,664, 10 ગ્રામનાં ₹ 49,580, 100 ગ્રામનાં 4,95,800 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,409, 8 ગ્રામનાં ₹43,272, 10 ગ્રામનાં ₹54,090, 100 ગ્રામનાં 5,40,900 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે ચાંદીના 1 ગ્રામના ₹69.10, 8 ગ્રામનાં ₹552.80, 10 ગ્રામનાં ₹691, 100 ગ્રામનાં ₹6,910, 1 કિલોનાં 69,100 રૂપિયા નોંધાયા છે.
14 થી 24 કેરેટ સોનાનો તાજેતરનો ભાવ:
બુધવારે 24 કેરેટ સોનું 598 રૂપિયા વધીને 53220 રૂપિયા થયું હતું. 23 કેરેટ સોનું 596 રૂપિયા વધીને 53,007 રૂપિયા થયું છે, 22 કેરેટ સોનું 548 રૂપિયા વધીને 48,750 રૂપિયા થયા, 18 કેરેટ સોનું 448 રૂપિયા વધ્યા અને 39,915 રૂપિયા મોંઘુ થયું છે, 14 કેરેટનું સોનું 350 રૂપિયા મોંઘું થઈને 31134 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.
મિસ્ડ કોલ આપીને સોનાની નવીનતમ કિંમત જાણો:
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. ટુંક સમયમાં એસએમએસ દ્વારા દરો પ્રાપ્ત થશે. આ સાથે, વારંવાર અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.
24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે:
તમને જણાવી દઈએ કે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ આ સોનામાંથી જ્વેલરી બનાવી શકાતી નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે. તેથી, મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ જ્વેલરી બનાવવામાં થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.