સુરત(Surat): શહેરમાં પોલીસ સાથે ઝપાઝપી કરીને ભાગી ગયેલ આરીફ કોઠારી(Asif Kothari)ની સાન ઠેકાણે લાવવા સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે. જેમાં રાંદેર પોલીસ(Rander Police) પર હુમલો કરવાના મામલામાં ગેમ્બલર આરીફ કોઠારીની કલબ પર પોલીસ પહોંચી ગઈ હતી અને ગેરકાયદેસર ગેમ્બલિંગ કલબ પર બુલડોઝર ફેરવી નાખ્યું છે.
હાલમાં તો સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સુરત પોલીસ દ્વારા અસામાજિક તત્વોને ત્યાં બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરુ કરી દીધી છે. જણાવી દઈએ કે, રાંદેરના આરીફ કોઠારી દ્વારા કરેલા કબ્જા ઉપર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
આરીફ કોઠારી કુખ્યાત સજ્જુ કોઠારીનો ભાઈ છે. આરીફ કોઠારીએ સજ્જુને લાજપોર જેલ(Lajpore Jail)થી ભાગવામાં મદદ કરી હતી. બે દિવસ અગાઉ આરીફ પોલીસ ને ચકમો આપીને ભાગી ગયો હતો. પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગેલા આસિફની સાન ઠેકાણે લાવવા પોલીશે સકંજો કસ્યો છે. આરીફ કોઠારીનો ભાઈ સજ્જુ કોઠારી ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ છે.
હાલમાં તો પોલીસે હુમલો કરનાર 12 લોકો ની ધરપકડ કરી લીધી છે. પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગેલા આસિફની સાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા આરીફ કોઠારી દ્વારા કરેલા કબ્જા ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.