હાલ માનવતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, તાજેતરમાં મોરારિબાપુ (Moraribapu)ની રામકથા(Ramakatha) ધોળાવીરા (Dholavira)થી 10 કિ.મી દૂર ભંજડા દાદાના મંદિરે(Bhanjada Dada’s temple) યોજાઈ હતી. આ કથામાં લાખો ભક્તો જોવા મળ્યા હતા, જેમાં એક શ્રદ્ધાળુ માજી કથામંડપથી દૂર દુર્ગમ સ્થળે આવેલા મંદિરે દર્શન કરવા પહોંચી ગયાં હતાં. આ દરમિયાન ડુંગરનાં પગથિયાં ચડતી વખતે તેઓ ચક્કર ખાઈને પડી ગયાં હતાં. આ બાબતની જાણ ત્યાના બંદોબસ્તમાં રહેલાં લેડી કોન્સ્ટેબલ (Lady Constable)ને થતાં તેમણે દુર્ગમ સ્થળે પહોંચી માજીની પ્રાથમિક સારવાર કરીને પાંચ કિલોમીટર સુધી પોતાના શરીરે ઊંચકી સલામત રીતે લઈ આવ્યાં હતાં. આ ખરેખર એક પ્રેરણાદાયી કિસ્સો છે.
વૃદ્ધ માજીને ચક્કર આવતાં તેઓ પડી ગયાં:
મળતી માહિતી અનુસાર, ભંજડા દાદાના મંદિરે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરથી 5 કિ.મી દૂર સફેદ રણમાં એક મોટો ડુંગર આવેલો છે. આ ડુંગર ઉપર જૂના ભંજડા દાદાનું મંદિર આવેલું છે. તેથી મોરારિબાપુની કથા સાંભળવા આવતા ભક્તો અવારનવાર આ ડુંગર પર ચાલીને દર્શન કરવા જતા હતા. ત્યારે એક 86 વર્ષનાં વૃદ્ધ માજીને પણ ડુંગર ઉપર બેઠેલા જૂના ભંજડા દાદાનાં દર્શન કરવાની ઈચ્છા થતાં ચાલી નીકળ્યાં હતાં. છેક ડુંગર સુધી પહોંચીને અડધા ડુંગરનાં પગથિયાં ચડતી વખતે તેમને ચક્કર આવ્યાં હતાં અને તેઓ પડી ગયાં હતાં. અવા ધોમધખતા તાપમાં ચાલીને ગયા હોવાને કારણે અને રણ વિસ્તાર હોવાથી પીવાનું પાણી ન મળવાને કારણે તેમને ચક્કર આવ્યા અને પડી ગયા હતા.
View this post on Instagram
5 કિમી ત્યાં ચાલીને પહોંચ્યાં, 5 કિમી ખભા પર ઊંચકીને લાવ્યાં:
આ દરમિયાન મોરારિબાપુની ચાલી રહેલી રામકથામાં બંદોબસ્તમાં હાજર રાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પોલીસકર્મચારી વર્ષાબેન માજીવાભાઈ પરમારને માજી વિશે જાણ થતા તેઓ પાણી લઈને 5 કિ.મી ચાલીને ત્યાં પહોંચ્યા હતા. તેમણે આ વૃદ્ધ માજીને પ્રાથમિક સારવાર આપી, મોઢા પર પાણી છાંટીને તેમને ભાનમાં લાવ્યાં હતાં અને પાણી પીવડાવ્યું હતું. બાદમાં અશક્ત માજીને કથા સ્થળ સુધી 5 કિ.મી તેમના ખભા પર ઊંચકીને લઈ આવ્યાં હતાં. એ પણ આવા ધોમધખતા તાપમાં આ મહિલા પોલીસકર્મી વૃદ્ધ માજીને તેમના ખભા પર ઊંચકીને લઈ આવ્યાં હતાં. જે ખરેખર ખુબ જ પ્રશંશનીય કાર્ય છે.
પૂર્વ કચ્છ પોલીસે કામગીરીને બિરદાવી:
આ અંગે પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડિયાએ પૂર્વ કચ્છ પોલીસની મહિલા કર્મચારીની કામગીરીને બિરદાવી હતી. રાપર પોલીસ-ઈન્સ્પેક્ટર એમએન રાણાએ પણ તેમની કામગીરીની સરાહના કરી હતી. આ વર્ષાબેને 86 વર્ષના વૃદ્ધ માજીનો જીવ બચાવીને વર્ષાબેને માનવતા અને ગુજરાત પોલીસનું ધ્યેય વાક્ય સેવા, સુરક્ષા અને શાંતિને હકીકતમાં સાર્થક કરી બતાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.