ભાજપને હરાવવા AAP લગાવી રહ્યું છે એડીચોટનું જોર, આ તારીખે કેજરીવાલ આવી શકે છે ગુજરાત- જાણો શું છે રણનીતિ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election) આડે હવે 6 મહિના જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ(BJP)ની સાથે સાથે આપ અને કોંગ્રેસે(Congress) પણ તડામાર તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતમાં પહેલીવાર જોરદાર પ્રદર્શન કરીને આમ આદમી પાર્ટી(AAP) પણ ઉભરી આવી છે, ત્યારે આ અંગે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj Sorathiya) જણાવ્યું છે કે, આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ પહેલાં AAPના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવશે. જ્યારે આગામી 5 કે 6 જૂને ફરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા છે.

આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં BJP અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા જ આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે.

આપના સંગઠન મહામંત્રી સોરઠીયાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આગામી 25 થી 30 દિવસમાં 10 હજાર જેટલા ગામોમાં AAPના કાર્યકર્તાઓ પહોંચશે. ગામડામાં લોકોને આમ આદમી પાર્ટી દ્વારા કયા પ્રકારની સુવિધા આપવામાં આવનાર છે તે બાબતથી માહિતગાર કરવામાં આવશે. લોકો સુધી અને ઘર-ઘર સુધી પહોંચવા માટે પરિવર્તન યાત્રા ચાલુ છે. જેમાં છેલ્લા પંદર દિવસની વાત કરવામાં આવે તો અલગ-અલગ ઝોનમાં મનોજ સોરઠીયા, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી રહી છે અને સાથે સાથે જનસભા પણ સંબોધવામાં આવી રહી છે.

પરિવર્તન યાત્રાને પંદર દિવસ કરતા વધુ સમય પૂર્ણ થઇ ગયો છે ત્યારે અંદાજે અલગ-અલગ ઝોનની વિધાનસભા બેઠકો ઉપર લોકો સાથેની મુલાકાત ઝડપથી આગળ વધી રહ્યો છે. આ કાર્યક્રમની સફળતાને જોતા આગામી 5 કે 6 જૂન દરમિયાન પરિવર્તન યાત્રાના સમાપન સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે હાજર રહે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. અરવિંદ કેજરીવાલ ગાંધીનગર અથવા મહેસાણા ખાતે કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં જનસભા માટેનું સ્થળ મળવું થોડું મુશ્કેલ જણાઈ રહ્યું છે તેથી મહેસાણામાં આ કાર્યક્રમ થવાની શક્યતા વધુ સેવાઈ રહી છે. જોકે આ બાબત અંગે આમ આદમી પાર્ટી દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *