આખરે હાર્દિક પટેલની છેલ્લા કેટલાક દિવસ ની રિસાય જવાની રાજનીતિ નું પરિણામ જાહેર થઇ જ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ અને વિરોધમાં બેફામ નિવેદનો કરી રહ્યા છે.
હાર્દિક પટેલના આંદોલનના પૂર્વ સાથે ચિરાગ પટેલે Facebook પર પોસ્ટ કરી ને કહ્યું છે. મારા આંદોલનમાં સાથીદારનું ભાજપમાં સ્વાગત છે. ઉલ્લેખનીય છે કે ચિરાગ પટેલ હાર્દિક પટેલ ના સૌથી જૂના સાથીદાર હતા અને 2017ની ચૂંટણી પહેલા તેઓએ ભાજપમાં જઈને પોતાની રાજકીય સફર શરૂ કરી હતી.
2017 થી ચિરાગ પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માનવામાં આવે છે. સાથે સાથે તેઓને અમિત શાહ દ્વારા 2022 ની ચૂંટણી ના ભાગરૂપે કોંગ્રેસ માંથી વધુમાં વધુ નેતાઓને ભાજપમાં લઈ આવવાનું કામ સોંપવામાં આવ્યું છે. ત્યારે ભૂતકાળમાં જયરાજસિંહ પરમાર ને ભાજપમાં ભેળવીને તેઓએ આ કામ સુપેરે પાર પાડ્યું હતું ત્યારે હવે તેઓ મિશન હાર્દિક માં પણ સફળ રહ્યા છે.
વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો બે મહિના અગાઉ દિલ્હીમાં હાર્દિક પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને પોતાના રાજકીય ભવિષ્ય બાબતે ખુલ્લા મને ચર્ચા કરી હતી. અમિત શાહે પણ આ આ તબક્કે હાર્દિક પટેલને યોગ્ય દિશામાં કામ કરવાની સૂચના આપી હતી. છેલ્લા બે મહિનાથી હાર્દિક પટેલ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નિવેદનબાજી કરીને પોતાનું પ્લેટફોર્મ ગોઠવી રહ્યા હતા. હવે ચિરાગ પટેલે પોતે જ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી દેતા હાર્દિક પટેલનો ભાજપ પ્રવેશ સરળ બની ગયો છે.
સંભવતઃ હાર્દિક પટેલ ૨૬મી તારીખે પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ અને મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે. અને તે દિવસે પાટીદારો પર થયેલા આંદોલન દરમિયાન ના કેસ પાછા ખેંચાયા ની જાહેરાત થઈ શકે છે. હાર્દિક પટેલ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જશે તે નક્કી મનાય છે. હાર્દિક પટેલ વિરમ ગામથી ચૂંટણી લડવા માંગે છે. અને તેની ટીકીટ પણ કન્ફર્મ થઇ ગઈ હોવાની વાત પણ જાણવા મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.