વિદ્યાર્થીને રોકડી ફી લઇ આવ કહીને પરીક્ષામાંથી ઉઠાડી મુક્યો- વિદ્યાર્થીએ પિતાને ફોન કરી કહ્યું હું કુવામાં પડવા જાવ છું

ઘણી શાળા(School)માં વિધાર્થીઓને(Student) ફી(Fee) માટે ટોર્ચર કરવામાં આવે છે અને પરીક્ષામાં ન બેસવા દઈએ અથવા નાપાસ કરશું એવી ધમકીઓ આપે છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટ(Rajkot) માંથી વાલીઓની આંખ ઉઘડતો કિસ્સો સામે આવ્યો છે. ખાનગી શાળાની વધુ એકવાર ફી મામલે મનમાની સામે આવી છે.

આ મનમાનીથી એક માસુમ બાળક પોતાનો જીવ આપવા નીકળ્યો હતો. રાજકોટનાં સતડા ગામનાં વિધાર્થીનો એક ઓડીઓ વાયરલ થયો છે. આ વિધાર્થીએ પોતાના પિતાને ફોન કરીને કહ્યું કે, પપ્પા મને પરીક્ષામાં બેસવા દેતાં નથી, એમ કે છે કે રોકડી ફી લઈને આવ તો તને બેસવા દઈએ, ત્યારે પિતાએ વેદના ઠાલવતા કહ્યુ કે, મેં નિલેશ સરને એવુ કહ્યુ કે, તે ચેક સ્વીકારતા નથી તો તમે લેખિતમાં આપો.

અથવા તો ફી ન ભરી હોય તો પરીક્ષામાં બેસવા ન દીધો તેવો સરકાર તરફથી પરિપત્ર હોય તો આપો. પણ તેમણે કહ્યુ કે, તમે ફી ભરશો તો જ પરીક્ષામાં બેસવા દઈશું. સમગ્ર મામલે મારી માંગણી છે કે સ્કૂલ તરફ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ બાબતે મેં શિક્ષણ કચેરીમાં આવેદનપત્ર આપ્યુ છે. તેમની સામે કડક પગલા લેવા જોઈએ.  જો તેણે પિતાને સમયસર ફોન કર્યો હોત તો આ માસુમે કુવામાં પડીને પોતાનો જીવ આપ્યો હોત.

રાજકોટના સાતડા ગામની આ ઘટના છે. સાતડા ગામમાં સરદાર શાળાની ફી મામલે દાદાગીરી સામે આવી છે. શાળાએ રોકડી ફી વસૂલવા માટે એક વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા ન દીધો હતો. જેથી વિદ્યાર્થી એટલો ટેન્શનમાં આવી ગયો હતો, કે તે કુવામા પડીને જીવ આપવા નીકળ્યો હતો. પરંતુ તે પહેલા તેણે પોતાના પિતાને ફોન કર્યો હતો. વિદ્યાર્થીએ પિતાને કોલ કરી કૂવામાં પડવાની વાત કહી હતી.

જોકે, પિતાએ તેને અટકાવ્યો હતો અને આવુ ન કરવાનુ કહીને તાત્કાલિક દીકરા પાસે દોડી ગયા હતા. આ સમગ્ર ઘટનાનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં પિતા અને પુત્ર વચ્ચેની વાતચીત સ્પષ્ટ સાંભળી શકાય છે. DEO એ આ મામલે કહ્યુ કે, વાલીએ સંતાન દ્વારા સ્કૂલમાં ચેક આપ્યો છતા સ્કૂલે તે સ્વીકારવાની ના પાડી હતી તે ગેરબંધારણીય બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *