ઇસુદાન ગઢવીએ ભાજપના કયા નેતાને કહી દીધા બુચમારૂ? MLA એ બંગલો બનાવડાવી 57 લાખ ચૂકવ્યા ન હોવાનો આરોપ લાગ્યો

ગુજરાત(gujarat): પંચમહાલ જીલ્લ્લાના શહેરા તાલુકામાં પહાડોના સાંનિધ્યમાં આવેલા ચાંદલગઢ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ માટે આલિશાન બંગલાનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર ને બાકી…

ગુજરાત(gujarat): પંચમહાલ જીલ્લ્લાના શહેરા તાલુકામાં પહાડોના સાંનિધ્યમાં આવેલા ચાંદલગઢ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ માટે આલિશાન બંગલાનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર ને બાકી નીકળતી રકમ 57.43 લાખ રૂપિયા આપવાની જેઠાભાઇ ભરવાડ ના પાડી તારાપુર આપી દેવાની ધમકી આપતા હોવાના આક્ષેપો સાથેની અરજી શહેરા પોલીસ સ્ટેશનમાં લેબર કોન્ટ્રાક્ટરે ધારાસભ્ય સામે કરી છે.

શહેરા તાલુકાના લાભી ગામમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર જયેશકુમાર બળવંતભાઈ પગી એ પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, 2018માં અણીયાદ નજીક ચાંદલગઢ ખાતે રિઝર્વ ફોરેસ્ટના તાબા હેઠળ આવેલી જગ્યા પર જેઠાભાઇ ભરવાડ સાથે મોઢા-મોઢ સ્ક્વેર ફૂટના 1200 રૂપિયાના ભાવથી મકાન બાંધકામ તમામ મટીરીયલ સાથે બંગલો બનાવી દરવાજાને તાળું મારી ચાવી આપવાની શરતોને આધીન નક્કી કર્યું હતું. બાદમાં આખું મકાન લગભગ રૂપિયા 1,31,93000 માં તૈયાર થયું હતું.

મકાન તૈયાર થયા બાદ તેનો કબજો જેઠાભાઇ ભરવાડે લઇ લીધો હતો. મકાન બાંધકામના કુલ ખર્ચ પૈકી જેઠાભાઇ ભરવાડે બંગલાના બાંધકામ બાદ મારા નીકળતા બાકી 57,43,322 ની માંગણી કરતા જેઠાભાઇ ભરવાડે આપવાની ના પાડી દીધી હતી. જેઠાભાઇ ભરવાડે ધમકી આપતા કહ્યું કે, “હું શહેરાનો ધારાસભ્ય છું. તેથી મારી સામે કોઈ કાયદો લાગે નહીં. અને તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર. મારું કોઈ કશું ઉખાડી નહીં લે. તું મારું શું બગાડી નહીં શકે. તારો અતોપતો નહીં રહેવા દઉં અને ખોટા ગુનામાં આરોપીને જેલમાં પુરાવી દશ.”

કોન્ટ્રાક્ટરે પોલીસમાં આપેલી અરજીમાં આક્ષેપ કર્યા છે કે, જેઠાભાઇ ભરવાડ દ્વારા માર્કેટ યાર્ડની બાજુમાં હાઇવે ઓથોરિટી નિયમ અનુસાર, કોઈ કોમ્પ્લેક્સ ની મંજૂરી નહી મળી હોવા છતાં મારી પાસે કોમ્પ્લેક્સ નું બાંધકામ કરાવી કેટલી રકમ આપ્યા બાદ બાકીની રકમ નહીં આપતા બાંધકામ મે બંધ કરી દીધું હતું. ધારાસભ્યે મારી લોખંડની પ્લેટો, ટેકા, પાટિયા, મિક્ચર મશીન મળી 3 લાખનો સામાન પણ લઈ લીધો હતો.

ઇસુદાન ગઢવીએ એક પેપર કટિંગ મુકીને કહ્યું કે, આવી રીતે હરામની કમાણી જ કરીને સાઇકલ પરથી મોટા મહેલોમાં આવી જનારા બુચાસીયા એવા ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોને મોંઘવારી ક્યાંથી નડે? અઢી દાયકાથી વધુ રાજ કરીને ગુજરાતની જનતાના પૈસા તો ખાધા જ, ઉપરથી કરોડોનું દેવું પણ કર્યું. ધર્મના નામે ઢોંગ કરીને ભાજપે ગુજરાતને લૂંટવાનું જ કામ કર્યું છે. વિકાસના જે કામો બતાવે એમાં પણ કરોડો રૂપિયાનો બુચ મારે છે. જે કામ ૧૦૦ રૂપિયામાં થતું હોય એના ૧૦૦૦થી ઓછા બિલ નથી બનાવતા. સરકારી કચેરીઓમાં પણ અપાર ભ્રષ્ટાચાર. પણ ગુજરાતી હિસાબના પાક્કા હોય છે. ૨૦૨૨માં બધો હિસાબ કરશે. ૨૦૨૨માં ભાજપ-કોંગ્રેસ જેવી મહાભ્રષ્ટ પાર્ટીઓથી ગુજરાતને મુક્તિ અપાવી આમ આદમી પાર્ટીની કટ્ટર ઈમાનદાર સરકાર આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *