ગુજરાત(gujarat): આજકાલ વધી રહેલી ચોરીના બનાવો દરમિયાન હાલ ડીઝલ(Diesel) ચોરીના એક સમાચાર સામે આવ્યા છે. જે અંગે વાસદ(Vasad) પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, એક ટ્રકમાં છ જેટલા શખ્શો હાઈવે(Highway) ઉપર વાહનચાલકોને મારઝુડ કરી વાહનમાંથી ડિઝલ ચોરી કરવાનું કૃત્ય કરે છે અને આ ગેંગ ઘાતક હથિયારો સાથે વાસદથી વડોદરા(Vadodara) તરફ જઈ રહી છે. તેવી બાતમી વાસદ પોલીસ(Police)ને પ્રાપ્ત થઇ હતી.
જેથી વાસદ પોલીસની ટીમ દ્વારા બાતમીના વર્ણન વાળી ટ્રકને કોર્ડન કરી તપાસ કરવામાં આવતા કેબિનમાંથી છ શખ્શો મળી આવ્યા હતા. જોકે, પોલીસને જોઈ આ છ શખ્શો દ્વારા પોલીસ સાથે ઝપાઝપી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી તમામ છ શખ્શોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા ટ્રકની પાછળના ભાગે તપાસ કરવામાં આવતા પ્લાસ્ટીકના કેરબાઓ, ધારીયું, લોખંડની પાઈપ, ધારદાર પથ્થરો જેવા ઘાતક હથિયારો મળી આવ્યા હતા. કેટલાક કેરબાઓમાંથી ડિઝલ મળી આવ્યું હતું.
આ અંગે પુછપરછ કરતા ઝડપાયેલ શખ્શો દ્વારા વાસદથી તારાપુર, વટામણ, બગોદરા, ધોળકા, ખેડા અને નડિયાદ થઈ પરત વાસદ આવતા હાઈવે રોડ ઉપર જુદી-જુદી જગ્યાઓએ પાર્ક કરેલ વાહનોમાંથી ડિઝલ ચોરી કરીને લાવ્યા હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું. પોલીસે છ શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ માટે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.