હવે કાશ્મીર જેવી મજા કેવડિયામાં! નર્મદા ડેમના તળાવમાં થયું હાઉસબોટનું નિર્માણ- તસ્વીરો જોઇને ભલભલું ભૂલી જશો

રાજપીપળા(ગુજરાત): વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)ને વૈશ્વિક પ્રવાસન સ્થળ બનાવવા માટે અનેક પ્રોજેક્ટ(Project) વિકસાવવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓને આકર્ષવા માટે વધુ એક નવું નજરાણું શરૂ કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે, નર્મદા ડેમ(Narmada Dam)ના સરોવર નંબર-3માં હાલ પાણીમાં તરતી હાઉસબોટ(Houseboat) બનાવવામાં આવી રહી છે.

જે કેરળ(Kerala) અને જમ્મૂ કશ્મીર(Jammu and Kashmir)માં જોવા મળતી હાઉસબોટના કોન્સ્પેપ્ટ પર બનાવાઈ છે. આજ તળાવમાં સી પ્લેન સેવા પણ અગાઉ શરૂ કરવામાં આવી હતી. જે હાલમાં બંધ પડી છે. એક વીઆઇપી થ્રિ-સ્ટાર હોટલ(Three-star hotel) જેવી જ સુવિધાથી સજ્જ હાઉસબોટ હવે એકતા નગર(Ekta Nagar) આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

મળતી માહિતી મુજબ, તળાવ નંબર -3માં લોખંડ અને લાકડાનો ઉપયોગ કરીને આખું ઘર હોય તેવા રજવાડી લૂક સાથે હાઉસબોટ બનાવવામાં આવી રહી છે. આ હાઉસબોટમાં એરકન્ડિશર સુવિધા સાથે રહેવા તથા જમવાથી સહિત તમામ પ્રકારની અદ્યતન સુવિધા છે. આ ઉપરાંત, તેમાં ઇન્ડોર ગેમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા પ્રકારની હાઉસબોટ નર્મદા ડેમ વિસ્તારના તળાવ નંબર-3ના વિસ્તારમાં શરૂ કરવામાં આવનાર છે.

જણાવી દઈએ કે, હાલમાં હાઉસબોટ બનીને તૈયાર છે. તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ હાઉસબોટ ચલાવવા માટે ખાનગી કંપનીને એક ઇજારો પણ આપી દેવામાં આવ્યો છે. ત્યારે પ્રવાસીઓને હવે કશ્મીર સુધી જવું નહીં પડે અને હાઉસબોટનો આનંદ તેઓ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં માણી શકશે. જોકે, જાણવા મળ્યું છે કે હજી સત્તાવાર રીતે આ હાઉસબોટને ચલાવવા માટે મંજૂરી મળવાની બાકી છે.

નિર્માણાધિન હાઉસબોટની આજુબાજુમાં જ વન વિભાગ દ્વારા મગરોને પકડવા માટે હાલમાં 10 જેટલા પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. નર્મદા બંધના તળાવ નંબર-3માં એક કિનારે એક ખાનગી એજન્સી દ્વારા હાઉસબોટ બનાવવામાં આવી છે. પરંતુ, સમસ્યા એ છે કે તળાવ નંબર-3ના વિસ્તારમાં મગરોની સંખ્યા સૌથી વધુ છે. સુરક્ષાને લઈને વન વિભાગ દ્વારા મગરો અન્ય તળાવમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક પ્રવાસીઓના આકર્ષણ માટેના તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેમાં અગાઉ રિવર રાફ્ટિંગ અને ક્રૂઝ સર્વિસ બાદ હવે કેરળ અને કાશ્મિરની અનુભૂતિ કરાવવા માટે સરદાર સરોવરમાં હાઉસબોટની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. આ હાઉસબોટમાં અંદાજીત 30 થી 35 હજાર ભાડું નક્કી કરવામાં આવશે. જેમાં બે પરિવાર એટલે કે, 8 થી 10 વ્યક્તિઓ રહી શકશે. આ ઉપરાંત, આ બોટમાં બે લક્ઝુરિયસ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *