જ્યારે કોઈ આ દુનિયા(world) છોડીને જાય છે, તો તેને પ્રેમ(Love) કરનારને પણ આ દુનિયા નકામી લાગે છે. આવું ફક્ત મનુષ્યોમાં જ નહિ, પરંતુ પક્ષીઓ(Birds) તેમજ પ્રાણી (Animal)ઓમાં પણ જોવા મળતું હોય છે. હાલ આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral) થઈ રહ્યો છે. જેને જોઇને તમે પણ ભાવુક થઈ જશો. આ વીડિયોમાં એક પક્ષીનું મૃત્યુ થયું છે અને તેનો સાથી તેને અંતિમ વિદાય આપી રહ્યો છે.
વીડિયો જોઈને તમે ઈમોશનલ થઈ જશો:
પ્રાણીઓ અને પક્ષીઓના રમુજી અને ક્યૂટ વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. કેટલીકવાર કેટલાક વીડિયો આપણું દિલ જીતી લે છે. તે જ સમયે, હવે સોશિયલ મીડિયા પર પક્ષીઓનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો. આ વીડિયોમાં એક પક્ષી તેના સાથી પક્ષીના મૃત્યુથી દુઃખી થઈને તેને અંતિમ વિદાય આપતો જોવા મળે છે.
Australian Galah, also known as the pink and grey cockatoo, mates for life. Partner grieving at the death of its mate…
The farewell at the end(0.45sec) will break ones heart. pic.twitter.com/vSFGb99KE8— Susanta Nanda IFS (@susantananda3) July 4, 2021
ગ્રે કોકટૂની આજીવન સાથીદારી:
આ વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદા દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ઓસ્ટ્રેલિયન ગાલાહ, જેને પિંક અને ગ્રે કોકટૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. જીવનસાથીના મૃત્યુથી દુઃખી સાથી… આખરી વિદાય લોકોના હૃદયને તોડી નાખશે.
આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે વચ્ચેના રસ્તા પર એક પક્ષી મૃત હાલતમાં પડેલું છે. તે જ સમયે, નજીકમાં એક અન્ય પક્ષી છે જે આસપાસ ફરે છે. પછી આ પક્ષી પડેલા પક્ષી પાસે આવે છે અને તેને ચુંબન કરવા લાગે છે. જેને જોઈને તમે પણ સમજી શકશો કે બંને વચ્ચે કેટલો પ્રેમ હશે. આ વીડિયો જોઈને કોઈપણ ઈમોશનલ થઈ જશે. કારણ કે માણસ હોય કે પ્રાણી, દરેક વ્યક્તિ જીવનસાથીને છોડવાનું દુઃખ અનુભવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.