અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલમાં જ કોડીનાર (Kodinar)ના માલગામ(Malgam) નજીકથી એક ભયંકર માર્ગ અકસ્માત (Road accident)ના સમાચાર મળી આવ્યા છે. અહીં, 26 એપ્રિલનાં રોજ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સોનપરા(Sonpara) ગામના યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, તંત્રની બેદરકારીના લીધે આ અકસ્માત સર્જાયો હોય.
મળતી માહિતી અનુસાર, મૃતક યુવક મનસુખભાઈ જાદવભાઈ સોલંકી (ઉ.વ.28) મૂળ ગીરગઢડાના સોનપરા ગામના રહેવાસી છે. તેઓ દિવની એક હોટલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 26 એપ્રિલના 8:30 વાગ્યાની આસપાસ મનસુખભાઈ સોલંકી અને તેમના ગામના આકાશ પ્રેમજીભાઈ વાઢેળ પરત ફરી રહ્યા હતા. તે જ સમયે માલગામ નજીક રોડ પર માટીનો ઢગલો હતો. તેમજ તેમની બાજુમાં જ ડ્રાઈવઝન પણ છે. આ સ્થળે કોઈ ચેતવણી સુચક બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી. તેથી સામેથી આવતા વાહનની લાઈટથી આ બાઈક ચાલકની આંખો અંજાઈ ગઈ હતી.
આ દરમિયાન બાઈક રોડ પર પડેલા માટીના ઢગલા સાથે અથડાઈ હતી. તેથી મનસુખભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. તેથી મનસુખભાઈને સારવાર અર્થે પહેલા કોડીનાર અને બાદમાં જૂનાગઢ ખસેડાયા હતા. જ્યા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત આકાશને પણ ઈજા પહોંચી હતી. નેશનલ હાઈવેની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ કરાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.