SVP માં આગ: દર્દીઓ, સગાઓ સાથે ડોક્ટર નર્સ પણ દોડ્યા- જાણો ઘટના અને જાનહાનીની તમામ વિગત

સ્માર્ટ સીટી અમદાવાદમાં સૌથી આધુનિક હોસ્પિટલના દાવા કરવામાં આવ્યા છે, તેવી એસવીપી હોસ્પિટલના ત્રીજા માળે આઇસીયૂમાં આગ ભભૂકી ઉઠી છે. SVP હોસ્પિટલમાં આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા છે. SVP હોસ્પિટલના ચોથા માળે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સમાચાર મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

એસવીપી હોસ્પિટલના ત્રીજા માળે એસી ડકમાં લાગેલી આગની ઘટના બાદ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તો અહીં આઇસીયૂમાં દાખલ કરાયેલા દર્દીઓને તાત્કાલીક સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

આ દરમિયાન આગમાં કોઈ જાનહાની કે નુકસાન ન થાય તે માટે હોસ્પિટલ સ્ટાફ  દ્વારા વોર્ડના તમામ દર્દીઓને બેડ સહીત નીચે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ અન્ય વોર્ડમાં લઇ જવાની તજવીજ હાથ ધરી હતી. ચોથા માળે એર કંટ્રોલિંગ યુનિટમાં આગ લાગી હોવાનું પ્રાથમિક જાણકારીમાં જાણવા મળી રહ્યું છે.

અમદાવાદ શહેરની SVP હોસ્પિલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયરબ્રિગેડની ટીમે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. SVP હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી છે. શરૂઆતી અહેવાલ અનુસાર વેન્ટીલેટર જેવા મોટા મશીનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *