શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત- ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને ફરી અપાયું માસ પ્રમોશન

ગુજરાત(Gujarat): રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીને કારણે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડને…

ગુજરાત(Gujarat): રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીને કારણે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડને ધ્યાને લીધા વિના જ માસ પ્રમોશન(Standard 1 to 8 Mass Promotion) આપવાનો શિક્ષણ વિભાગ(Education Department) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકાર દ્વારા લેવામાં આવેલ આ મહત્વના નિર્ણયના કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર ધોરણ 1થી 8ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇને વર્ષ 2022-23માં લેવાયેલા વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે માસ પ્રમોશન આપવા અંગેના 21/9/2019ના જાહેરનામાને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પુરતો મુલતવી રાખવામાં આવશે.

પ્રથામિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતીય સત્રાંત(વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઇ હોવાથી પરીક્ષાના પરિણામથી અસર વિદ્યાર્થીઓના માસપ્રમોશન પર લાગુ કરવાની રહેશે નહીં.

ગુજરાતના ધોરણ-1થી 8ના કુલ-5125905 વિદ્યાર્થીઓમાંથી જેને વાર્ષિક પરીક્ષા આપી હશે તેવા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે નહી. જોકે ધોરણ-1થી 8ના 51.25 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શનિવારના રોજ પૂર્ણ થતાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થઇ ગયો છે. પરંતુ પ્રાથમિક શિક્ષકોનું 35 દિવસીય ઉનાળુ વેકેશનનો પ્રારંભ આગામી તારીખ 9 મે-2022ના રોજ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *