સુરત(Surat): શહેરના પાસોદરા(Pasodra)માં ગત 12 ફેબ્રુઆરીના રોજ જાહેરમાં જ કરાયેલી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ(Grishma Vekariya murder case)ના આરોપી ફેનીલ ગોયાણી(Fenil goyani)ને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. ગત 22મી એપ્રિલના રોજ આખો દિવસ સજાઓ પર દલીલો થઈ હતી, પહેલાં બચાવ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી. ત્યારપછી સરકાર પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી.
આ પછી બચાવ પક્ષે ફરી દલીલો કરી હતી અને બંને પક્ષોની દલીલો બાદ ન્યાયાધીશે 26 એપ્રિલની તારીખ આપી હતી. જોકે કોર્ટે સજાની તારીખ 5 મે જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજે કોર્ટ દ્વારા ફેનીલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જજ કોર્ટમાં આવ્યા બાદ તેમણે સંસ્કૃત શ્લોકનું પઠન કર્યું હતું.
કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ પ્રકારનો ડર દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો પણ હાજર રહ્યા છે. દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરેસ્ટ ગણાવ્યો છે. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. જજે જણાવતા કહ્યું કે, દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે. ત્યારબાદ હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
હત્યારા ફેનિલને દોષિત ઠેરવવામાં આવ્યો:
આરોપી ફેનીલ ગોયાણીને 302 સહિતની અલગ અલગ કલમોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સુરત કોર્ટના જજ વિમલ કે વ્યાસ દ્વારા હત્યારા ફેનિલ ગોયાણીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. 26 એપ્રિલના રોજ ફરી વખત તારીખ પડી હતી.
વિડીયોએ મહત્વનો ભાગ ભજવ્યો:
સત્ર ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા ગ્રીષ્મા હત્યા કેસમાં પુરાવારૂપે વિડીયોએ ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું સામે આવ્યું હતું. ગ્રીષ્માની હત્યા સમયનો જે વીડિયો જોઇને લોકો કહેતા હતા કે કોઈ બચાવવા કેમ ન આવ્યું, ત્યારે હવે એ વિડીયો જ આરોપી માટે ગાળિયારૂપ સાબિત થયો છે.
105 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા:
આ કેસની સુનાવણી કોર્ટ દ્વારા ડે ટુ ડે કરવામાં આવી હતી. આ હત્યા કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી. જેઓ દ્વારા 2500 જેટલા પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. હત્યારા ફેનિલે જાહેરમાં જ ગ્રીષ્માનુ ગળુ કાપી હત્યા કરી દીધી હતી. જેથી કોર્ટમાં 190 સાક્ષીઓમાંથી 105 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.
જાણો શું હતી સમગ્ર ઘટના:
ગ્રીષ્મા વેકરીયાના પ્રેમમાં પાગલ ફેનીલ ગોયાણીની 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે હાથમાં નસ કાપીને ઝેરી દવા પી લેવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી મુક્ત કર્યા પછી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઇ જવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.