CM ભૂપેન્દ્ર પટેલે મહિલા દિવસ ઉપર આનંદીબેનને યાદ કરી કર્યા ભરપેટ વખાણ – જુઓ વિડીયો માં શું કહ્યું…

ગુજરાત(gujarat): આજરોજ 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ(International Women’s Day) ત્યારે ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. CM ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) મહિલા દિવસની શુભેચ્છા પાઠવી. ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજના દિવસે પૂર્વ સીએમ આનંદીબેન પટેલ(Anandiben Patel)ને યાદ કરવા જોઇએ. મહિલા આજે કોઇ પણ હોદ્દા માટે ક્યાંય પણ પાછળ નથી. તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને કારણે પીએમ મોદીએ ત્યાં વસતા ભારતીયોને પરત લાવવા ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમાં મહિલા પાયલટ ફસાયેલા વિદ્યાર્થીઓને લઇને પરત આવી તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આજના સમયમાં ગુજરાતની મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. પોતાના પગ ઉપર ઉભી થઈને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી રહી છે. રાજ્ય સરકાર પણ મહિલાઓને આત્મનિર્ભર બનવા તરફ પ્રોત્સાહન આપી રહી છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ મહિલા દિન પ્રસંગે જણાવ્યુ હતુ કે ગુજરાતની મહિલાઓ આત્મનિર્ભર બનવા માટે તત્પર છે. મહિલાઓને પૂજનીય અને વંદનીય ગણીએ છીએ તે આપણી સંસ્કૃતિ રહી છે. વધુમાં જણાવ્યુ કે નારી શક્તિ સ્વરુપે છે, હતી અને રહેશે જ. જે ઘરમાં નારીનું સન્માન થયુ હોય ત્યાં દેવીનો વાસ હોય છે તેમ જણાવ્યુ હતું.

આજરોજ ગાંધીનગરમાં યોજાયો હતો કાર્યક્રમ
ગાંધીનગરમાં મહિલા દિન નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજયો હતો. ભારત સરકારના મહિલા અને બાળ મંત્રાલય પુરસ્કૃત દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે સખી વન સ્ટોપ સેન્ટરના નવ નિર્મત ભવનનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત, સંકલિત વિકાસ સેવા યોજના અને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત નવનિર્માણાધીન 23 આંગણવાડી કેન્દ્રો અને નંદઘરનું ઇ ભૂમિપૂજન તેમજ ઇલોકાર્પણનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *