ગુજરાતના આ જીલ્લામાંથી રહસ્યમય ગોળા મળી આવતા ફફડાટ- ગ્રામજનોએ કહ્યું, આકાશમાંથી…

ગુજરાત(Gujarat): આણંદ(Anand) જિલ્લો હાલ ખુબ જ ચર્ચાઓ વિષય બન્યો છે. કારણ કે આણંદ જીલ્લામાંથી ત્રણ જગ્યાએ આકાશમાંથી પડેલી ગોળા જેવી કોઈ રહસ્યમય વસ્તુ મળી આવી છે. આકાશમાંથી ગોળા પડવાની ઘટના સમગ્ર આણંદ જીલ્લામાં કુતૂહલનો વિષય બની છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સોશિયલ મીડિયા પર પણ આ અંગે વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેને ‘એલિયનના ગોળા’ ગણાવ્યા છે. હાલમાં, આ ઘટનાની નોંધ લેતા જિલ્લા વહીવટીતંત્રે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના નિષ્ણાતોને તપાસ સોંપવામાં આવી છે.

હકીકતમાં, આણંદ જિલ્લાના ભાલેજ, ખંભોળાજ અને રામપુરા વિસ્તારમાં ગુરુવારે સાંજે આકાશમાંથી અજાણી વસ્તુઓ પડી હતી, જે દેખાવમાં કોઈ ગોળા જેવી વસ્તુ લાગી રહી છે.

આ ત્રણેય વિસ્તારો એકબીજાથી 15 કિલોમીટરના અંતરે આવેલા છે. પહેલા ભાલેજમાં કાળા ધાતુ જેવો ‘બોલ’ આકાશમાંથી પડ્યો, પછી ખંભોળાજ અને રામપુરામાં આવી જ ઘટના બની. રિપોર્ટ અનુસાર આકાશમાંથી પડેલા આ ગોળાનું વજન પાંચ કિલો હતું.

આ ‘ગોળા’ ઉપગ્રહનો કાટમાળ હોઈ શકે :
એક અહેવાલ મુજબ, આણંદ જિલ્લાના એસપી અજીત રઝિયાને જણાવ્યું હતું કે ધાતુનો ગોળો કોઈ સેટેલાઇટનો ઉપગ્રહનો કાટમાળ હોઈ શકે છે. તેમણે કહ્યું કે પહેલો ‘ગોળો’ ગુરુવારે સાંજે લગભગ 4.45 વાગ્યે પડ્યો હતો અને થોડી જ વારમાં અન્ય બે જગ્યાએથી પણ સમાન ઘટના ઘટી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *