સી.આર.પાટીલના નવસારીમાં જ ભાજપ કોર્પોરેટર સુરક્ષિત નથી, કોંગ્રેસના પૂર્વ પ્રમુખના વંઠેલ દીકરાએ કર્યો હુમલો

ગુજરાત(Gujarat): છેલ્લા કેટલાક દિવસોથી શહેર કોંગ્રેસ(Congress)ના પૂર્વ પ્રમુખ અને તેના વંઠેલ દિકરાએ નવસારી(Navsari)ને માથે લીઘુ છે અને લુખ્ખાગીરી કરી થોડાક દિવસ અગાઉ સર્કીટ હાઉસના પાકિઁગમા…

ગુજરાત(Gujarat): છેલ્લા કેટલાક દિવસોથી શહેર કોંગ્રેસ(Congress)ના પૂર્વ પ્રમુખ અને તેના વંઠેલ દિકરાએ નવસારી(Navsari)ને માથે લીઘુ છે અને લુખ્ખાગીરી કરી થોડાક દિવસ અગાઉ સર્કીટ હાઉસના પાકિઁગમા એક શખ્સ ઉપર આ પિતા પુત્રએ પાછળથી હૂમલો કર્યો હતો. આ પિડીત વ્યક્તિ ટાઉન પોલીસ મા બનાવ સંદર્ભે ફરિયાદ કરવા ગયો હતો પણ પોલીસે આ બનાવ અંગે ફરીયાદ નોંધી ન હતી.

જેથી પોલીસ તંત્રની લાપરવાહીના કારણે આ બાપ દિકરાને વઘારે શૂરાતન ચડયું હોય તેમ ગત રોજ રાત્રીના સમયે નવસારી-વિજલપોર નગરપાલિકાના ભાજપ(BJP)ના મહિલા સભ્ય તેના પતિ સાથે જુનાથાણા વિસ્તારમા હતા. ત્યારે આ કોંગ્રેસના પૂર્વ પ્રમુખનો વંઠેલ દિકરો તેના સાગરિતો સાથે પહોંચી જઈ મહિલા સભ્યને અપશબ્દ બોલી જાની મારી નાંખવાની ઘમકી આપી હતી. આ બનાવના મોડેથી પોલીસે દબાણ આવતા ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, રાજ્ય મા ભાજપની સરકાર છે અને રાજ્ય ના ગૃહ મંત્રી બાજૂના જિલ્લા એવા સુરત મા રહે છે તેવા મા જો નવસારી પોલીસ કોગ્રેસ પૂર્વ પ્રમુખ અને તેના વંઠેલ દિકરાને છાવરતી હોય તે બાબત નવાઇ પમાડે તેવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *