દરિયાઈ કિનારે ફરવા ગયેલ યુવાનોની કાર પાણીના વહેણમાં તણાઈ ગઈ- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): આણંદ(Anand)ના ધુવારણ(Dhuvaran) ગામ નજીક દરિયાઈ વિસ્તારમાં કાર લઈ ફરવા ગયેલા બે યુવાનો ફસાયા હોવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. જોકે સદભાગ્યે દરિયામાં આવેલ ભરતી સમયે યુવાનોનો અન્ય ખુલ્લી જગ્યામાં હોવાને કારણે તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે કાર ભરતીમાં જ તણાઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, પેટલાદ તાલુકાના બે યુવાનો સામાજિક પ્રસંગ દરમિયાન અર્ટિગા કાર લઈને ધુવારણ ગયા હતા. જે યુવાનો દરિયાઈ વિસ્તારમાં ફરવા જવાની ઈચ્છાએ ખુલ્લા દરિયાઈ પટમાં પહોંચી ગયા હતા. જ્યાં ખુલ્લામાં સૂકોભટ વિસ્તાર નજરે ચઢતો જોવા મળ્યો હતો. યુવાનો દ્વારા અહીં ખુલ્લા દરિયાઈ પટમાં ખૂબ આગળ કાર પાર્ક કરી અન્ય જગાએ ફરવા માટે નીકળ્યા હતા.

અત્રે ઉલ્લખનીય છે કે, ભરતી અને ઓટના નિયમો મુજબ બે દિવસ પછી જ પૂનમ હોવાથી ભરતીની પ્રક્રિયા સ્વાભાવિક જ થતી હોય છે. જે મુજબ યુવાનો કાર મૂકી અન્ય જગ્યાએ ફરવા ચાલ્યા ગયા હતા જે દરમિયાન કાર પાર્ક કરી હતી તે જગ્યાએ અચાનક જ પાણીની ભરતી આવી જતા કાર ફસાઈ ગઈ હતી અને પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી.

આ અંગે ખંભાત મામલતદાર મનુભાઈ હિંગોરે જણાવતા કહ્યું હતું કે, સદભાગ્યે આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. યુવાનો સ્વસ્થ છે જોકે ભરતીને કારણે કાર પાણીમાં જ તણાઈ ગઈ છે પરંતુ ઓટ આવતા તેની શોધખોળ શરુ કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *