ગુજરાત(Gujarat): આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી(2022 Assembly elections) યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાત(Aam Aadmi Party Gujarat)માં ખુબ જ મોટા મોટા દાવાઓ કરી રહી છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.
ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાની શુભ શરૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી દ્વારકા મંદિરે દર્શનાર્થે પહોચ્યા હતા અને દ્વારકાધીશ દર્શન કરી ગુજરાતમાં પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.
દ્વારકા મંદિરે દર્શન કરીને જુઓ શું બોલ્યા ઇસુદાન ગઢવી:
ઈસુદાન ગઢવીએ જણાવતા કહ્યું હતું કે, “જે રીતે મહાભારતમાં દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ ગીતાજ્ઞાન આપી અધર્મ સામે લડાઈમાં સત્યવિજય કરાવ્યો,એ જ રીતે આ કાળમાં પણ અનૈતિક સત્તા સામે લડવા અમને હિંમત આપશે.” જ્યારે આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સોમનાથ દાદાના દર્શનાર્થે પહોચ્યા હતા અને સોમનાથ દાદાના દર્શન કરી ગુજરાતમાં પરિવર્તન યાત્રાની શુભ શરૂઆત કરી હતી.
સોમનાથ મંદિરે દર્શન કરીને ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખુંટ તથા ગુજરાત યુથ વિંગ પ્રમુખ પ્રવીણ રામે ભગવાન મહાદેવના આશીર્વાદ લઇ સવારેયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. દ્વારકાથી ‘આપ’ નેતા ઇસુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા સંગઠન મંત્રી અજિત લોખીલ કૃષ્ણ ભગવાનના દર્શન કરી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.
સીદ્ધપુરથી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી અને મહામંત્રી સાગરભાઈએ અને ઉમરગામ થી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશભાઇ વસાવા તેમજ અબડાસાથી ‘આપ’ કિસાન સંગઠન અધ્યક્ષ રાજુ કરપડા અને ‘આપ’ નેતા કૈલાશદાન ગઢવીએ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે, દાંડીથી ‘આપ’ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામ ધડૂક અને આપ નેતા રાકેશ હિરપરા દ્વારા સાંજે 4 વાગ્યે યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવા, ખરા અર્થમાં સુશાસનની સ્થાપના કરવા અને ગુજરાતના યુવાનો માટે રોજગારની ઉત્તમ સગવડ વ્યવસ્થા પુરી કરવા માટે આમ આદમી પાર્ટીની આ ‘પરિવર્તન યાત્રા’ ગુજરાતની રાજનીતિને એક સકારાત્મક દિશામાં લઈ જશે.
અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો ગઢ જમવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.