ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જિલ્લામાં ગામડાના વિસ્તારોમાં ઘૂસી આવતા સિંહના વિડીયો(Lion videos) અવારનવાર સામે આવતા રહે છે અને વાયરલ(Viral) થતા રહે છે. આ બધાની વચ્ચે રાજુલા(Rajula) તાલુકાના કાતર(Katar) ગામમાં એક સાથે 13 સિંહ ઘૂસી આવતા ગામના લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. રાત્રિના સમય દરમિયાન ગામમાં ઘૂસી આવેલા સિંહના ટોળાની ગતિવિધિ ગામ લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ વાર ગ્રામ્ય વિસ્તારમાં 13 સિંહો જોવા મળતા ગામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગીર વિસ્તારને અડકીને આવેલા ગામડાઓમાં અવારનવાર સિંહ લટાર મારતા જોવા મળે છે અને ક્યારેક પશુઓનો શિકાર પણ કરતા હોય છે. જંગલ વિસ્તારની બહાર સિંહ નીકળી આવવાને કારણે રસ્તા પર અકસ્માતનું જોખમ મંડરાઈ રહ્યું છે. સાથે ગામમાં પણ પશુપાલકોને પોતાના પશુના રક્ષણની ચિંતા પણ મુશ્કેલી બની છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, ગુજરાતમાં સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યા છે. ત્યારે હવે આવનારા દિવસોમાં રાજુલા, જાફરાબાદ-પીપાવા કોસ્ટબલ બેલ્ટ વિસ્તારમાં ગણતરી થાય તો અહીં મોટી સંખ્યામાં સિંહ જોવા મળી શકે છે.
સિંહબાળને ખુલ્લા મુકાયા:
સાથે અમે તમને જણાવી દઈએ કે, અમરેલીમાં આવેલા આંબરડી સફારી પાર્કમાં હવે પ્રવાસીઓ સિંહબાળને પણ જોઈ શકશે. અહીં આવતા પ્રવાસીઓ સિંહને જોઈ શકે તે માટે ત્રણ સિંહ અને એક સિંહણને રાખવામાં આવ્યા છે. વનવિભાગ દ્વારા પ્રથમ વખત અહીં સિંહબાળને ખુ્લલા મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને કારણે અહિયાં આવતા પ્રવાસીઓ હવે સિંહબાળને પણ જોઈ શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.