ગુજરાત(gujarat): દેશના ઘણા રાજ્યોમાં હાલ આકરી ગરમી પડી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાંથી આંશિક રાહત મળી છે અને હવામાનમાં ફરી એકવાર પલટો આવવાનો છે. આગામી 48 કલાકમાં ગાંધીનગર(Gandhinagar), અમદાવાદ(Ahmedabad), સુરેન્દ્રનગર(Surendranagar), કચ્છ(Kutch)માં હિટવેવની આગાહી છે. અમદાવાદમાં 19 અને 20 તારીખે હિટવેવ(Hitwave)ની આગાહી છે. રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં 20 અને 21 તારીખે વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં ચોમાસુ બેસી શકે છે. તાપમાનની વાત કરીએ તો રાજ્યનું મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, રાજકોટમાં 42 ડિગ્રી, અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.3 ડિગ્રી અને વડોદરામાં 40.1 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જૂનના બીજા સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. ઉપરાંત, મેના અંત સુધીમાં રાજ્યમાં પ્રિ-મોન્સુન પ્રવૃત્તિઓ શરૂ થઈ શકે છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 15 થી 20 જૂન સુધીમાં ચોમાસુ પહોંચી શકે છે. ચોમાસાને ભારત માટે દક્ષિણ પશ્ચિમની જીવાદોરી માનવામાં આવે છે. હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ચોમાસાએ 16મીએ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર દસ્તક આપી છે.
ત્યાંથી કેરળમાં સામાન્ય ચોમાસાની સિઝન જે 1લી જૂન છે, આ સમય પહેલા ચોમાસું શરૂ થઈ શકે છે અને ચોમાસું 27મી સુધીમાં કેરળમાં પહોંચી શકે છે. ચોમાસુ નિર્ધારિત સમય કરતાં 5 દિવસ વહેલું બેસી ગયું છે. જો કે ગુજરાતમાં ટૂંક સમયમાં ચોમાસું દસ્તક દે તેવી અપેક્ષા છે.
હવામાન વિભાગના અધિકારી આરકે જેનામણિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ચોમાસું આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળના દરિયાકાંઠે પહોંચી ગયું છે. કેરળમાં 27 પર દસ્તક આપી શકે છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે આ સપ્તાહમાં ઉત્તરાખંડ, આસામ, મેઘાલય અને કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. જો ચોમાસું વહેલું આવે તો ખેડૂતો માટે પણ સારી બાબત બની રહેશે. વાવાઝોડા અને માવઠાથી પરેશાન ખેડૂતો હવે કાગડોળે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.