રાતોરાત ૩૦ ટકા અમદાવાદીઓના લાઇસન્સ RTO એ કર્યા રદ- જાણો એવું તો શું કારણ હતું?

અમદાવાદ(Ahmedabad): ગુજરાતના અમદાવાદીઓ પોતાના હાર્ડ ડ્રિંક્સ (Hard drinks)ની મજા માણવા માટે રાજસ્થાન (Rajasthan)ના ગોવા(Goa), ઉદયપુર(Udaipur) અને માઉન્ટ આબુ(Mount Abu) જેવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે…

અમદાવાદ(Ahmedabad): ગુજરાતના અમદાવાદીઓ પોતાના હાર્ડ ડ્રિંક્સ (Hard drinks)ની મજા માણવા માટે રાજસ્થાન (Rajasthan)ના ગોવા(Goa), ઉદયપુર(Udaipur) અને માઉન્ટ આબુ(Mount Abu) જેવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે, જ્યારે તેઓ દારૂ પીને વાહનો ચલાવે છે. જેના કારણે કેટલાય લોકોના લાઇસન્સ(License) રદ કરવામાં આવતા હોય છે.

લાઇસન્સને રિજેક્ટ કરવાના આંકડાઓ જોઈએ તો 2021માં આરટીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા લાઇસન્સમાંથી 30 ટકા લાઇસન્સ ગોવા અને રાજસ્થાન જેવા ટૂરિઝમ હોટસ્પોટ્સમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરવા અથવા સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત અમદાવાદીઓના છે.

મળતી માહિતી અનુસાર, આરટીઓ દ્વારા પ્રથમ વખત નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની વિગતો પોસ્ટ કરવાનું શરૂ કરાયું છે. જેમના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં વાહનનો નંબર, લાઇસન્સ નંબર, ઉલ્લંઘન કરનારનો ફોટોગ્રાફ અને તેઓ જે ઉલ્લંઘન માટે દોષી છે તે સહિતની વિગતો પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે. નિયમોનો ભંગ કરનારાઓમાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓનો સમાવેશ થાય છે, જેમનું લાઇસન્સ ગુજરાતમાં જારી કરવામાં આવ્યું હતું. એકવાર પકડાયા પછી તેમના લાઇસન્સ નંબર સંબંધિત રાજ્યોમાંથી અમદાવાદની આરટીઓમાં મોકલવામાં આવે છે.

પ્રાદેશિક પરિવહન અધિકારી આર. એસ. દેસાઈએ જણાવ્યું હતું કે, “અમે ગુનેગારને સાંભળ્યા બાદ છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરીએ છીએ. ગુનેગારને એક તક આપવામાં આવે છે અને જો ઉલ્લંઘન યોગ્ય કે વેલિડ હોય તો અમે તેમને છોડી દઈએ છીએ.”

કયા મહિનામાં કેટલા લાઇસન્સ સસ્પેન્ડ થયા:
અહેવાલો અનુસાર, વર્ષ 2020માં આરટીઓ દ્વારા 353 અને વર્ષ 2021માં 320 લાઇસન્સ સસ્પેન્ડ કરાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 2021માં સસ્પેન્ડ કરવામાં આવેલા કુલ લાઇસન્સમાંથી 100 જેટલા લાઇસન્સ (31.21%) અમદાવાદના લોકોના હતા, જેમણે મોટાભાગે ગોવા અને રાજસ્થાનમાં ઓક્ટોબર અને ડિસેમ્બરની વચ્ચે ટ્રાફિકના નિયમો તોડ્યા હતા.

આ ઉપરાંત 2022માં જાન્યુઆરીમાં 9, ફેબ્રુઆરી અને માર્ચમાં 20-20, એપ્રિલમાં 19, મેમાં 18 એમ અત્યાર સુધીમાં કુલ 17 લાઇસન્સ આરટીઓ દ્વારા સસ્પેન્ડ કરાયા છે. જયારે અમદાવાદીઓ ગોવા અથવા રાજસ્થાન જેવા સ્થળોની મુલાકાત લે છે અને સ્પીડ વાયોલેશન અથવા ડ્રિંક એન્ડ ડ્રાઇવ માટે પકડાય છે. તેથી મોટાભાગના લાઇસન્સ સસ્પેન્શન ગોવા અને રાજસ્થાનમાં થાય છે.

પ્રથમ વખત વિગતો જાહેર:
આરટીઓના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદ આરટીઓએ પ્રથમ વખત આવા લોકોના નામ અને અન્ય વિગતો પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે, જેમના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં હિટ એન્ડ રન અકસ્માતમાં સંડોવાયેલા ડ્રાઇવરનું લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે. એક લાઇસન્સ ઓછામાં ઓછા ત્રણ મહિનાના સમયગાળા માટે સસ્પેન્ડ કરી શકાય છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રથમ વાયોલેશનના કિસ્સામાં લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. સસ્પેન્ડ કરેલા લાઇસન્સ સાથે ડ્રાઇવિંગ કરતા જોવા મળતા લોકો તેમના લાઇસન્સ રદ કરે છે. જો લાઇસન્સ ધારક એક જ પ્રકારના અનેક ઉલ્લંઘનમાં સંડોવાયેલો હોય તો તેનું લાઇસન્સ પણ રદ કરવામાં આવે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *