ગુજરાત(Gujarat): ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્રિશુલ ન્યુઝ દ્વારા થોડા દિવસ પહેલા જ રાજીનામાં અંગેના સમાચાર આપવામાં આવ્યા હતા. ત્યારે હવે આ સમાચાર પર મહોર લાગી છે. કોંગ્રેસ(Congress)ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે(Hardik Patel) કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. જેને કારણે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હાર્દિક પટેલે ત્રિશુલ ન્યુઝ સાથે સાથે ટેલિફોનિક વાતચીત રાજીનામા અંગે પુષ્ટિ કરી હતી.
હાર્દિક પટેલનો ભાજપ પ્રવેશ પાક્કો- બે મહિના અગાઉ અમિત શાહની મુલાકાતમાં ડીલ થઇ હતી પાક્કી
હાર્દિક પટેલે કહ્યું કે, આજે ખૂબ હિંમત કરીને હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે. હું એમ પણ માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં સમગ્ર ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ. જનતા તરફથી મને મળેલ પ્રેમનું ઋણ હું હંમેશા ચૂકવવાનો પ્રયત્ન કરીશ.
ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળો:
છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે આજે ખરેખર રાજીનામું ધરી જ દીધું છે. ત્યારે હવે આગામી સમયમાં હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીના જોડાઈ તો નવાઈ નહિ.
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની પાર્ટી પ્રત્યેની નારાજગીએ ગંભીર વળાંક લીધો છે. છેલ્લા કેટલાક દિવસોમાં હાર્દિકની ગતિવિધિઓ અને નિવેદનો પણ કોંગ્રેસથી તેનું અંતર સ્પષ્ટ જણાઈ રહ્યું હતું. ખાસ કરીને રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે તેમણે હાર્દિક સાથે વાત કરવાનું ટાળ્યું અને તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસના ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.