ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત(Meteorologist) અંબાલાલ પટેલ(Ambalal Patel) દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેઓના અંદાજા મુજબ રોહિણી નક્ષત્રમાં વરસાદ પડી શકે છે. દેશમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડે તે પ્રકારની શકયતા હોવાનો મત તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. 24મેના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી શકે છે. 24મેથી 4 જુન સુધી હવાનું હળવું દબાણ સર્જાઈ શકે છે અને જેને કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 24 મેની આસપાસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં 24 મેથી 4 જૂન સુધીમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઇ જશે. જો કે, ચોમાસા પહેલાં રાજ્યમાં હળવો ચક્રવાત પણ આવી શકે છે. આ સાથે ઉત્તર- મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 15 જૂન પહેલાં હળવો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે પણ વરસાદ અગાઉ ચક્રવાત આવશે તેવું પણ કહ્યું છે.
ગુજરાતનું હવામાન વિભાગ જાણો શું કહી રહ્યું છે?
રાજ્યના હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં 10 જૂન પછી ચોમાસું દસ્તક દઈ દેશે. ગુજરાતમાં સામાન્ય કરતાં વહેલું ચોમાસું બેસશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. જૂનના શરૂઆતમાં જ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરુ થઇ જશે. માત્ર કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડી શકે છે. ગુજરાતના પૂર્વ ભાગમાં હાલ વરસાદ સારો પડે તેવું લાગી રહ્યું છે. પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં 43-44ની આસપાસ જ હવે તાપમાન રહેશે. કારણ કે, આગામી 3-4 દિવસમાં દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશાનો પવન ફુંકાવવાની શરૂઆત થઇ જશે. જેના કારણે અરબી સમુદ્રમાંથી જે પવન આવશે તે તાપમાન વધારો નહિ થવા દે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ:
વહેલું ચોમાસું આવશે તેવા સમાચાર સાંભળીને ધરતીપુત્રમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. વરસાદના સમાચાર સાંભળીને ખેડૂતો હરખાઇ ગયા છે. ત્યારે હવે આ વખતે ગુજરાતમાં 10 જૂન પછી ચોમાસું દસ્તક દઈ દેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.