ગુજરાતના સોનું સુદ જેવા દાનવીર અને ગરીબોને મદદ કરતા એક યુટ્યુબરનો લાખો નો તોડ થયો હોવાનું બહાર આવ્યું છે. પોતાના કેરિયરની શરૂઆતમાં કરેલી રંગરેલીયા વાત ચીતના સ્ક્રીનશોટએ આ કલાકારની જિંદગીમાં સંકટ ઉભું કર્યું છે. ઇન્સ્ટાગ્રામમાં પોતાના ગાળી ગલોચ થી અને પોતાના હુસ્નને દેખાડીને સસ્તી પ્રસિદ્ધિ મેળવતી આ યુવતીએ યુટ્યુબર સાથેની જૂની વાતચીતના સ્ક્રીન શોટ લઈને તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે.
અ ઇન્સ્ટાગ્રામર યુવતીએ સુરત અને અમદાવાદના સારા સારા ઉદ્યોગપતિઓ અને મોટા બાપના સંતાનોને પણ પોતાના શિકાર બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
સુરતની મૂળનિવાસી આ યુવતીએ અનેક ઉદ્યોગપતિ સંતાનોનો તોડ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ યુવતી પર પાંચથી વધુ વખત લોકોને ધાક ધમકી આપ્યાની ફરિયાદ પણ નોંધાઈ ચુકી છે. સમાજ માં લુખ્ખાઓ અને ગુંડાઓ ની છાપ ધરાવતા વ્યક્તિઓ સાથે રહીને પોતાના ખરાબ ઈરાદાઓને આ યુવતી પૂરા કરે છે
આ યુવતી અશ્લીલ ભાષામાં પોતાના વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં મૂકે છે સાથે સાથે પોતાના હુસ્નથી youtube માં પોતાના સબસ્ક્રાઈબર પણ વધારે છે, ત્યારે એક મોટા ગજાના યુટ્યુબર આ યુવતી થી છુટકારો મેળવવા લાખો રૂપિયા આપી ચૂક્યા છે. પરંતુ હજી આ યુવતી ધરાઈ નથી અને યુટ્યુબરની જૂની ભૂલોને આડે રાખીને પૈસા નીચોવી રહી છે.
આ યુટ્યુબરની ભૂલ એટલી જ હતી ભૂતકાળમાં તેઓએ પ્રેમ સંબંધ કરેલી વાતો માં કેટલાક એવા અશ્લીલ મેસેજ પણ હતા. જેનો ગેરફાયદો આ યુવતીને ઉઠાવી રહી છે અને બદનામ કરવાની ધમકી આપી ને પૈસા પડાવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.