કેજરીવાલ સરકારે કરી કડક કાર્યવાહી, હવે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે સ્ટેડિયમ- IAS અધિકારી કુતરું ફેરવવા સ્ટેડીયમ વહેલું ખાલી કરાવી દેતા પકડાયા

છેલ્લા કેટલાક મહિનાઓથી, દિલ્હી(Delhi) સરકાર સંચાલિત ત્યાગરાજ સ્ટેડિયમ(Tyagaraja Stadium) ખાતે રમતવીરો અને કોચ તેમને સામાન્ય કરતાં વહેલા સાંજે 7 વાગ્યે તાલીમ પૂર્ણ કરવાની ફરજ પાડતા…

છેલ્લા કેટલાક મહિનાઓથી, દિલ્હી(Delhi) સરકાર સંચાલિત ત્યાગરાજ સ્ટેડિયમ(Tyagaraja Stadium) ખાતે રમતવીરો અને કોચ તેમને સામાન્ય કરતાં વહેલા સાંજે 7 વાગ્યે તાલીમ પૂર્ણ કરવાની ફરજ પાડતા હોવાની ફરિયાદો સામે આવી છે. તેમના કહેવા પ્રમાણે, આનું કારણ એ છે કે દિલ્હીના પ્રધાન સચિવ સંજીવ ખિરવાર(Sanjeev Khirwar) તેમના કૂતરાને અહીં ફરવા લઈને આવે છે. આ મામલામાં સ્ટેડિયમના અધિકારીઓનું કહેવું છે કે, તેમને ખબર નથી કે આવું કંઈ થઈ રહ્યું છે.

એક કોચે કહ્યું કે પહેલા અમે રાત્રે 8-8.30 વાગ્યા સુધી લાઇટ હેઠળ ટ્રેનિંગ કરતા હતા. પરંતુ હવે અમને સાંજે 7 વાગ્યા સુધીમાં મેદાન છોડી દેવાનું કહેવામાં આવ્યું છે જેથી અધિકારી તેમના કૂતરાઓને અહીં ફરવા માટે લાવી શકે. કોચનું કહેવું છે કે, અમારી ટ્રેનિંગ રૂટિન ક્રિયા ખોરવાઈ ગઈ છે. જ્યારે આ મામલે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે, 1994 બેચના IAS અધિકારી ખિરવારે આરોપને સંપૂર્ણપણે ખોટોગણાવ્યો. તેણે સ્વીકાર્યું કે તે ક્યારેક તેના પાલતુ કૂતરાને સ્ટેડિયમમાં ફરવા લઈ જાય છે, પરંતુ તેણે તેના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા.

સ્ટેડિયમ એડમિનિસ્ટ્રેટર અજીત ચૌધરીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, સત્તાવાર સમય સાંજે 4-6 વાગ્યાનો છે, પરંતુ ગરમીને ધ્યાનમાં રાખીને તેઓ એથ્લેટ્સને સાંજે 7 વાગ્યા સુધી તાલીમ આપવા દે છે, ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો. ચૌધરીએ, જોકે, સમયનો ઉલ્લેખ કરતો કોઈ સત્તાવાર આદેશ શેર કર્યો ન હતો. તેમણે કહ્યું કે, તેઓ જાણતા ન હતા કે કોઈપણ સરકારી અધિકારીઓ સાંજે 7 વાગ્યા પછી સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યા છે. ચૌધરીએ કહ્યું કે, અમારે સાંજે 7 વાગ્યા સુધીમાં સ્ટેડિયમ બંધ કરવું પડશે. સ્ટેડિયમ દિલ્હી સરકાર હેઠળની સરકારી કાર્યાલય પણ છે. કોઈ અધિકારી તેના કૂતરાને ચાલવા માટે સવલતોનો ઉપયોગ કરી રહ્યો હોવાની મને કોઈ જાણ નથી.

આ મામલાને ધ્યાનમાં લઈને હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આદેશ આપ્યા છે કે દિલ્હી સરકારની તમામ રમત સુવિધાઓ ખેલાડીઓ માટે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આદેશ બાદ હવે ખેલાડીઓને પ્રેક્ટિસ માટે વધુ સમય મળશે અને હવે ખેલાડીઓ રાત્રે 10 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *