ઝડપની મજા મોતની સજા! પુરપાટ જઈ રહેલી કાર ઝાડ સાથે અથડાઈ, બે યુવકના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

હરિયાણા(Haryana)ના ફતેહાબાદ(Fatehabad) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ધીંગસરા(Dhingasara) ગામ પાસે એક કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ફંગોળાઈ ગઈ હતી. તે જ સમયે કારમાં સવાર પાંચ મિત્રો પૈકી બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હિસાર રિફર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ કિર્ધન ગામના રહેવાસી સતીશ અને ધોલુ તેમના ત્રણ સાથીઓ સાથે ફતેહાબાદથી સાંજે પાછા ગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર કાબુ બહાર જઈ ધીંગસરા પાસે ઝાડ સાથે અથડાઈ હતી. જોકે, અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. પરંતુ કારમાં 5 યુવકો હતા જેમાંથી સતીષ અને ધોલુ સહિત ત્રણના મોત થયા હતા. જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

કાર ઝાડ સાથે અથડાતાની સાથે જ કારના કુરચે કુરચા ઉડી ગયા હતા અને ઝાડની જાડી ડાળી કારની ઉપર પડી હતી. ઘાયલોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાંથી તેમને રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ ભટ્ટુ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ઘટનાની તપાસ શરૂ કરી હતી.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલત ગંભીર જોતા તમામને તબીબોએ રીફર કરી દીધા હતા. ઘટનાની જાણ થતા જ ભટ્ટુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં તો પોલીસ અકસ્માતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *