જમ્મુ કાશ્મીરમાં સર્જાયો ગોઝારો અકસ્માત: 1200 ફૂટ ઊંડી ખીણમાં કાર ખાબકતા સુરતના ટૂર સંચાલક સહિત 9ના કરુણ મોત – ઓમ શાંતિ

આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન હાલમાં એક ગોઝારો અકસ્માત સામે આવ્યો કે. જેમાં લેહ-શ્રીનગર(Leh-Srinagar) રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ(Jojila Passing) નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઉંડી ખીણમાં પડી જવાના કારણે કુલ 9 લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં સુરત(Surat)ના એક 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક અંકિત(Ankit)ના બે બાળકો પણ છે. તેના મોતને લઈને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, મંગળવારે મોડી રાત્રિના સમયે લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક એક ગાડી ઊંડી ખીણમાં પડી જવાના કારણે કુલ 9 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં સુરતના 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક અંકિત સંઘવી પોતે ટૂર સંચાલક છે અને તેના પરિવારમાં પત્ની અને બે બાળકો, માતા-પિતા અને એક બહેન, ભાઈ પણ છે.

શ્રીનગર પોલીસ દ્વારા અકસ્માત બાદ અંકિતના ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલો નંબર જોડીને તેના પરિવારને આ દુઃખદ ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ અંકિતના ભાઈ અને પિતા દિલ્હી જવા માટે રવાના થયા છે. જાણવા મળ્યું છે કે, કારગીલથી સોનમર્ગ તરફ જઈ રહેલું વાહન 1,200 ફૂટ ઉંડી ખીણમાં ધસી પડવાના કારણે ચાલક સહિત 9 લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક 20 વર્ષીય યુવકને ઈજાઓ પહોંચી છે.

મળતી માહિતી અનુસાર, મૃતકો પૈકીના 2 લોકો જમ્મુ કાશ્મીરના છે. જ્યારે બાકીના સૌ અન્ય રાજ્યના પર્યટકો હતા. અકસ્માત બાદ પોલીસ, સેના અને બીઆરઓના બચાવકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઉપરંત, બુધવારે સવારે 2 વધુ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. અંકિત સંઘવી ટુર સંચાલક હોવાને કારણે જમ્મુ કાશ્મીર તેમજ અન્ય રાજ્યોમાં જતા હતા. અચાનક બનેલી ઘટનાથી સંઘવી પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ આખા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *