જે પત્નીની હત્યાના આરોપમાં પતી જેલમાં હતો, એ જ પત્ની તેના પ્રમી સાથે જલસા કરતી દેખાઈ

ઘણીવાર આપણને એવા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે જેણે સાંભળીને આપણે ચકરાવે ચડી જતા હોઈએ છીએ કે શું આવું પણ બની શકે. ઘણી વાર તો…

ઘણીવાર આપણને એવા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે જેણે સાંભળીને આપણે ચકરાવે ચડી જતા હોઈએ છીએ કે શું આવું પણ બની શકે. ઘણી વાર તો કોઈ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ઘટના બનતી હોય છે. આવીજ એક ઘટના બિહારમાં બની છે. જેણે જાણીને તમે આશ્ચર્યમાં પડી જશો, ચાલો જણાવીએ તમને ઘટનાની સંપૂર્ણ માહિતી.

તમને જણાવી દઈએ કે એક પતિ તેની પત્નીની હત્યાના આરોપમાં જેલમાં બંધ હતો. તે પત્ની જીવિત હોવાનું માલુમ પડ્યું હતું અને એટલુજ નહી તેની પત્નીને પોલીસે પંજાબના જલંધર ખાતેથી પોતાના પ્રેમી સાથે ફરતી ઝડપી લીધી છે. આવો ચોંકાવનારો બનાવ બનતાજ સૌં કોઈ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે હાલ તો પ્રેમી અને પત્નીની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ ઘટના બિહારના પૂર્વ ચંપારણ જીલ્લાની છે. બિહારમાં આવેલા પૂર્વ ચંપારણના કેસરિયા પોલીસ મથકની આ ઘટનાથી હાલ આ પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોતીહારી મુફાસિલ પોલીસ સ્ટેશન હેઠળના લક્ષ્મીપુર ગામમાં વસવાટ કરતા કન્યાના પિતાએ ચંપારણના કેસરિયા પોલીસ મથકમાં પોતાની પુત્રી શાંતિ દેવીની હત્યા દહેજ માટે થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

બિહારના પૂર્વ ચંપારણ જીલ્લામાં બનેલી ઘટનામાં યુવતીના પિતા યોગેન્દ્ર રામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કેસરીયામાં વોર્ડ નં 4માં રેહતા હરીફ કુમાર ઉર્ફે દિનેશરામ સાથે તેમની પુત્રીના લગ્ન કરાવ્યા હતા શરૂઆતમાં તો બધું સારું હતું શાંતિ હતી. સંસાર સુખેથી ચાલતો હતો. પરંતુ છેલ્લા એક વર્ષથી મોટર સાયકલ અને રોકડા રૂપિયા 50000 માંગવામાં આવી રહ્યા હતા.

બિહારના પૂર્વ ચંપારણ જીલ્લામાં દહેજ ના આપવાના કારણે ગત 19 એપ્રિલ 2022ના રોજ હરીફ કુમાર ઉર્ફે દિનેશરામે યોગેન્દ્ર રામની પુત્રી શાંતિ દેવીની ઠંડે કલેજે હત્યા કરી નાખવામાં આવી હતી મહત્વની વાત તમને જણાવી દઈએ કે, સમગ્ર ઘટના બની જવા બાદ પોલીસ ફરિયાદ થયા બાદ પણ હત્યા કરાયેલી યુવતીની લાશ મળી નોહતી. પોલીસે વધારે તપાસ કર્યા વગરજ દિનેશરામને ઝડપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો.

બાદમાં આ ઘટનામાં એક એવો વળાંક આવ્યો હતો જેને લઈને પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઈ હતી. જણાવી દઈએ કે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દિનેશરામ કથિત રીતે જે યુવતીની દહેજ માટેની હત્યાના આરોપમાં જેલમાં બંધ હતો તેમજ જે યુવતી પોલીસ ચોપડે મૃત હતી તે યુવતીને પોલીસે પંજાબના જલંધર ખાતેથી પોતાના પ્રેમી સાથે ફરતી હતી ત્યારે ઝડપી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *